ગુજરાતની જીવા દોરી સમાન કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ પાણી છોડતા ખેડૂતોમાં આનંદ છવાયો
ચાલુ વર્ષે અતિશય વરસાદ થવાથી ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો અને રવિ પાક માટે સુજલામ સુફલામ કેનાલ માંથી પાણી છોડવા માટેની તારીખ 10 ડિસેમ્બર 2025 હતી જે તબક્કે ખેડૂતોની ભારતીય કિસાન સંઘ ના રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ ને શામળાજી ખાતે અરવલ્લી જિલ્લાના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા કરાયેલી રજૂઆત થી સરકારશ્રી અને વહીવટી તંત્રમાં સતત રજૂઆતથી પાણી વહેલું છોડાવવા માટે કરેલ પ્રયત્નોને સરકારશ્રી દ્વારા આજરોજ તારીખ 24/ 11/ 2025 ના રોજ કડાણા ડેમમાંથી પાણી છોડાતા સમગ્ર સુજલામ સુફલામ કેનાલના પિયત કરતા તમામ ખેડૂતોમાં આનંદ વ્યાપેલ છે અને રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ અને સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ જલ આયામ પ્રમુખશ્રી દિનેશભાઈ પી પટેલ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો 
કમલેશભાઈ ભોજાણી પૂર્વ સરપંચ દેસાઈપુરા તાલુકો બાયડ તેમજ છગનભાઈ પી પટેલ કોસાધ્યક્ષ ભારતીય કિસાન સંઘ બાયડ તાલુકા દ્વારા તેમજ તમામ ખેડૂતો વતી અભિનંદન પાઠવ્યા
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 149510
Views Today : 