સ્થળ: સર્વોદય સનાલી આશ્રમ
કાર્યક્રમ: ICDS ઘટક–દાંતા–2 અંતર્ગત 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે ચાલી રહેલી પૂર્ણા ૨.૦ (Recreational Hub) યોજના હેઠળ કિશોરી મેળો
તારીખ: ૨૪.૧૧.૨૦૨૫
ICDS ઘટક-દાંતા–2 અંતર્ગત 15 થી 18 વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ અને પ્રોત્સાહન હેતુસર પૂર્ણા યોજના હેઠળ સર્વોદય સનાલી આશ્રમ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓને આંગણવાડીમાં પૂર્ણા યોજના દ્વારા મળતી વિવિધ સેવાઓ, જીવન કૌશલ્યવર્ધન, સ્વાસ્થ્ય, પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન કિશોરીઓએ જીવન કૌશલ્ય સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો. સનાલી આશ્રમ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમંડળે કિશોરીઓને પ્રેરણાત્મક વક્તવ્યો આપી THR પેકેટ તથા પૂર્ણા સેવાઓના નિયમિત અને યોગ્ય ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો.
યોજનાનો લાભ લઈ રહેલી એક કિશોરીએ પોતાની અનુભૂતિ અને સકારાત્મક પ્રતિભાવ રજૂ કર્યો, જેમાં તેણે યોજનાથી થયેલા વિકાસ અને મળેલા માર્ગદર્શન અંગે સંતોષ વ્યક્ત કર્યો.
કાર્યક્રમમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ દ્વારા કિશોરીઓનું વજન, ઊંચાઈ તથા Hb માપન કરવામાં આવ્યું, જેથી તેમનું પોષણ અને આરોગ્ય સ્તર નિર્ધારિત કરી આગળની સલાહ આપવામાં આવી શકે.
કાર્યક્રમના અંતે તમામ કિશોરીઓને પ્રોત્સાહનરૂપે ઇનામો આપવામાં આવ્યા તેમજ પૂર્ણા યોજનાનું સતત અને અસરકારક રીતે પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યું.






Total Users : 149619
Views Today : 