>
Tuesday, November 25, 2025

આમ આદમી પાર્ટી દ્વારા ભિલોડા વિધાનસભા મતવિસ્તારના મેઘરજ માં મોહલ્લા સભાનું આયોજન કર્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા ભિલોડા વિધાનસભા મતવિસ્તારના મેઘરજ માં મોહલ્લા સભાનું આયોજન કર્યું હતું.

 

બેઠકમાં SIR વિશે માહિતી આપવામાં આવી હતી, અને પંજાબમાં હાલની આમ આદમી પાર્ટી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ,જે માં મફત શિક્ષણ,વીજળી, પાણી, આરોગ્ય સેવાઓ અને મોહલ્લા ક્લિનિક્સનો સમાવેશ થાય છે, તેની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં, જો આગામી 2027 માં AAP સરકાર સત્તામાં આવશે, તો આ બધી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

જેમાં ભિલોડા વિધાનસભા પ્રભારી કેતનભાઈ કટારા અને મેઘરજ સંગઠન મંત્રી જનેશભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ પ્રોફેસર ડૉ. રાજેન્દ્રસિંહ પરમાર, અરવલ્લી જિલ્લાના લઘુમતી સેલ પ્રમુખ ઉસ્માન લાલા, મેઘરજ તાલુકા ના લઘુમતી સેલ પ્રમુખ ઇમરાન પઠાણ, પંચાલ મતવિસ્તારના સહ-પ્રભારી અમૃતભાઈ, તાલુકાના સહ-પ્રભારી જગદીશભાઈ, મીડિયા પ્રભારી પિન્ટુભાઈ કલસાવા, દિલ્હી ટીમ તરફ થી પ્રતિકભાઇ અને મેઘરજના તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ અરવલ્લી

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores