ઇડર ખાતે આત્મનિર્ભર ગામથી વિકસિત સાબરકાંઠા મંથન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી “આત્મનિર્ભર ગામથી વિકસિત સાબરકાંઠા મંથન કાર્યક્રમ” યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ સૌને વિષય અનુરૂપ માહિતી પૂરી પાડી હતી. વધુમાં હાજર સરપંચશ્રીઓને સરકારી યોજનાઓ અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ગામોના નક્કર આયોજન બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આગામી સમયમાં ગ્રામપંચાયતો દ્વારા ઉદાહરણરૂપ વિકસિત ગામો બનાવવા માટેના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં ઇડર તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગ્રામ પંચાયત સરપંચ અને પંચાયત બોડી સભ્યો સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 163919
Views Today : 