*આપણું સંવિધાન…*
*આપણું ગૌરવ…*
*”જબ તક સુરજ ચાંદ રહેગા”*
*”બાબા તેરા નામ રહેગા”*
*”સંવિધાન દિવસ” ભારતની સ્વતંત્રતા અને લોકશાહીનું પ્રતીક છે…*
આજરોજ ઉના નગરપાલિકા ભવનના હોલમાં *ઉના ભારતીય જનતા પાર્ટી* દ્વારા *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ની વિશેષ ઉપસ્થિતમાં *”સંવિધાન ગૌરવ દિવસ”* ની ઉજવણી કરવામાં આવી હતી. *”સંવિધાન દિવસ” નિમિતે* *ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ *સંવિધાન પુસ્તિકાનું પૂજન કરેલ હતું.* *”બાબા સાહેબ આંબેડકર અમર રહો”* ના નારા લગાવી *”સંવિધાન દિવસ*” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ લોકોએ *સંવિધાન અનુસરવાના શપથ લીધા હતા.
* આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી વિનોદભાઈ બાંભણીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, ઉપપ્રમુખના પ્રતિનિધિશ્રી મયંકભાઈ જોશી, કારોબારી સમિતિના ચેરમેનશ્રી ધીરુભાઈ છગ, મહામંત્રીશ્રી કાંતિભાઈ છગ, નગરપાલિકાના સર્વે સદસ્યશ્રી વિજયભાઈ રાઠોડ, ગિરીશભાઈ પરમાર, પ્રતિનિધિશ્રી હરેશભાઈ જોશી તેમજ કાર્યકર્તાઓ વગેરે
ઉપસ્થિત રહ્યા હતા.બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






Total Users : 163919
Views Today : 