>
Friday, November 28, 2025

ઉના-ગીરગઢડા તાલુકામાં વિકાસની હરણફાળ આપવામાં વિકાસનો ધોધ વહાવવામાં પ્રથમ અગ્રેસર રહેતા “ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ”

*વિકસિત ભારત, વિકસિત ગુજરાત,*

*સંકલ્પબદ્ધ “ઉના-ગીરગઢડા”*

 

*ઉના-ગીરગઢડા તાલુકામાં વિકાસની હરણફાળ આપવામાં વિકાસનો ધોધ વહાવવામાં પ્રથમ અગ્રેસર રહેતા “ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ”…*

 

આજરોજ ગીરગઢડા તાલુકાના વડવીયાળા તથા ગીરગઢડા ગામે સરકારશ્રીની *”સુવિધાપથ”* યોજના હેઠળ *રૂ. ૮૦ લાખના ખર્ચે* તૈયાર થનાર *વડવીયાળા-ઝુડવડલી* રોડનું કામ તથા *રૂ. ૯૦ લાખના ખર્ચે* તૈયાર થનાર *ગીરગઢડા-સનવાવ* રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત જુનાગઢ ગીર-સોમનાથના લોકપ્રિય *સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાં* તથા *ઉનાના “ગતિશીલ” ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાસંદ શ્રી રાજેશ ભાઇ ચુડાસમા એ ખાસ ઉપસ્થિત રહી ભારત સરકાર ની વિવિધ યોજનાઓ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ સભા ને સંબોધન કરતા જણાવ્યું હતું કે હાલ ઉના અને ગિર ગઢડા તાલુકાના લોકો સર્વાંગી વિકાસ માટે પોતે સદા જનતા ની સાથે છે આજે સમગ્ર મતવિસ્તાર ના ગામો માં અનેકવિધ વિકાસ કામો ચાલું છે આગામી દિવસોમાં આપણો મતવિસ્તાર મોડેલ વિસ્તાર બની જાય એવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પ્રતિનિધિશ્રી નરેશભાઈ ત્રાપસીયા, ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભગવતીબેન સાંખટ, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા, તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખશ્રી કાળુભાઈ રૂપાલા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી અરવિંદભાઈ વાઘેલા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી ઉકાભાઈ વાઘેલા, સરપંચશ્રીઓ, સંગઠનના હોદેદારો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores