જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દૂધમાં મિલાવટ કરી બનાવટી દૂધ બનાવી જનતા ના આરોગ્ય સાથે ચેડા કરનાર બનાવટી દૂધ 200 લીટર તથા દૂધ બનાવવાના સામાન સાથે SOG એ પકડી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એટીએસ ચાર્ટર લગતી કામગીરી કરવા તથા આરોપી પકડી પાડવા સુચના આપેલ હતી જે અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ સાહેબ દ્વારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના આપેલ હતી જે અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી સાકરીયા એસ ઓ જી સાબરકાંઠા ની સૂચના મુજબ શ્રી કે યુ ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ઓ જી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી સ્ટાફ એ ટી એસ ચાર્ટર લગતી કામગીરી બાબતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે યુ ચૌધરી ને ખાનગી બાતમી દારથી બાતમી મળી કે સિંગા ગામ ખાતે રામજી મંદિર પાસે પટેલ ફળિયામાં અશ્વિનકુમાર સુનિલભાઈ શર્મા નું રહેણાંક મકાન આવેલ છે
જે મકાનમાં અંદર ઈસમ બનાવટી દૂધ બનાવી છે વગેરે બાતમી હકીકત અન્વયે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હિંમતનગર ની સાથે રાખી પંચો રૂબરૂ જણાવેલ તપાસ કરતા નીચે મુજબનો મુદ્દા માલ મળી આવતા આરોપી વિરુદ્ધમાં જાદર પોલીસ સ્ટેશન ખાતે તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હિંમતનગર ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
પકડાયેલ આરોપીનું નામ.. અશ્વિનકુમાર સુનિલકુમાર શર્મા ઉંમર વર્ષ 37 રહે રામજી મંદિરની પાસે પટેલ ફળી સિંગા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા..
બનાવટી દૂધ 200 લીટર કિંમત ₹10,000
સોયા તેલ 5 લીટર કિંમત 750
વે પાવડર 10 કિલો કિંમત 3000
મેલ્ટ્રો ડેલસિન પાવડર બે કિલો ₹600
મિક્ચર મશીન 4 નંગ
મિક્સર મશીન ઉપર લગાડવાના જગ 7 નંગ
બરણી તપેલી ડોલ 4 નંગ
ફેટ કાઢવાની સીસી 8 નંગ
ગ્રાઈન્ડર મશીન 1 નંગ
ઈલેક્ટ્રીક કાંટો 1 નંગ
તેલનો ખાલી ડબ્બો 2 નંગ
ખાલી કેન 5 નંગ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150960
Views Today : 