>
Thursday, January 29, 2026

જિલ્લા કક્ષાના બાળ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં દિયોલી હાઈ.ની કૃતિ પ્રથમ ક્રમે પસંદગી પામી.

જિલ્લા કક્ષાના બાળ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં દિયોલી હાઈ.ની કૃતિ પ્રથમ ક્રમે પસંદગી પામી.

 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સાબરકાંઠા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સાબરકાંઠા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, સાબરકાંઠા તેમજ સંઘવી કે.કે.કે. કોઠારી હાઈસ્કૂલ, વક્તાપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૨૫ સુધી ત્રણ દિવસ જિલ્લા કક્ષાનું બાળ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું. મુખ્ય થીમ : વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ આધારિત વિભાગ ૫(બ)ની સબ થીમ : જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, અંતર્ગત શ્રીમતી એમ જે મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી(ઈડર ) શાળાના વિદ્યાર્થીઓ દ્વારા Atmospheric Water Generation Technology આધારીત વર્કિંગ મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. આ કૃતિ જિલ્લા કક્ષાએ નિર્ણાયકશ્રીઓ દ્વારા પ્રથમ ક્રમે પસંદગી પામી હતી. આ કૃતિને જી.સી.ઈ.આર.ટીના અધિક નિયામક તેમજ મારા ગુરુજી એવા શ્રી એમ.એન.પટેલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સાહેબ, ઈડર ડાયટના પ્રાચાર્યશ્રી મદનસિંહજી ચૌહાણ સાહેબ, ઈડર ડાયટના સિનિયર લેક્ચરરશ્રીઓ અશ્વિનભાઈ પટેલ તેમજ ડો નિષાદભાઈ ઓઝા સાહેબ, વક્તાપુર હાઈ.ના આચાર્યશ્રી દિનેશભાઈ પટેલ સાહેબ, નેશનલ કક્ષાના બેસ્ટ ટીચર એવોર્ડી શિક્ષકશ્રી પ્રકાશભાઈ મિસ્ત્રી સાહેબ તેમજ મહેમાનશ્રીઓ અને શિક્ષકશ્રીઓ દ્વારા કૃતિ નિહાળી પ્રશંસા કરવામાં આવેલ.

જિલ્લા કક્ષાએ કૃતિને પ્રથમ સ્થાન મળવા બદલ બાળ વૈજ્ઞાનિકો થુરી ક્રિશ અરવિંદભાઈ, પટેલ રુદ્ર રાકેશભાઈ તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી સંદીપ પટેલ”કસક”ને શાળાના આચાર્યશ્રી પ્રકાશચંદ્ર પટેલ, શિક્ષકશ્રીઓ જે.જે.દેસાઈ, જે. આર.પટેલ, જી.જે પટેલ, આર.સી થુરી, શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા તેમજ ઝોન કક્ષાએ ભાગ લેવા અને શાળાનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores