ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે હાઇ માસ્ટર ટાવર લાઇટ ની સુવિધા માટે માંગ
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામ ના શ્રી કોળી સમાજ માછીમાર બોટ એસોસિયેશન ના પ્રમુખ પ્રકાશભાઇ બાંભણિયા દ્રારા રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નેં રજુઆત કરી સૈયદ રાજપરા તથા સિમર બંદર તથા ખડા બંદર ખાતે મત્સ્ય ઉતરાણ કેન્દ્ર ઉપર હાઇ માસ્ટર ટાવર લાઇટ ચાલુ કરવા તથા જરુરીયાત મુજબ બીજા નવા ટાવર ઉભા કરવા માંગણી કરતો પત્ર લખ્યો છે
પત્ર મા જણાવ્યું છે કે ગત તારીખ 8/7/2021 રોજ સૈયદ રાજપરા સિમર બંદર તથા ખડા બંદર ખાતે હાઇ માસ્ટર ટાવર લાઇટ નાખવા મંજૂરી આપવામાં આવે છે
તેમ છતાં આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે રાજય સરકાર દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 163910
Views Today : 