દહેગામ મુકામે બાબા શ્રી રામદેવ જ્ઞાન કથાનો પ્રારંભ થયો
બારબીજના ધણી રણુજાના રાજા અજમલજીના બેટા એવા રામદેવજી મહારાજની નવ દિવસીય જ્ઞાનકથાનો પ્રારંભ પ્રેરણાપીઠ પીઠાધેશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. દહેગામ મ્યુનિસિપલ હાઇસ્કુલના ગ્રાઉન્ડ ઉપર રામદેવરાથી પધારેલ કથાકાર સ્વામીશ્રી મૂલયોગીજી મહારાજના શ્રી મુખેથી ભવ્ય દિવ્ય સંગીત સાથે કથાનો લાભ મળશે. આ પ્રસંગે બાબા રામદેવના અઢારમાં વંશજ પૂજ્ય બાપુશ્રી આનંદસિંહ તવરના દર્શન તેમજ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
આ પ્રસંગે સંત સમિતિ ગુજરાતના મહામંત્રીશ્રી પ્રભુચરણદાસજી મહારાજ, નિષ્કલંકીધામ નખત્રાણાથી શાંતિપ્રિય દાસજી મહારાજ, બાબુભાઈ બજરંગી, અનેકવિધ સંતો તથા સાધ્વીશ્રી સસી ગૌતમ ,દરસડીથી રતિબાપા મુંબઈથી ભીમજીભાઇ ચૌહાણ, જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વ્રજ સ્કાય લાઈનથી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ સુધી ડીજેના તાલ સાથે શણગારેલ રથમાં સૌ સંતોની શોભા યાત્રા કાઢવામાં આવી હતી. છેલ્લા દિવસે 51 કુંડી યજ્ઞ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તરફથી દોઢ લાખ રૂપિયા ભોજન પ્રસાદ પેટે આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નરોત્તમ મામા તથા વ્રજ સ્કાય લાઈનના તમામ યુવાનોએ ભારે જયમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પૂર્વ લાઇબ્રેરીયન નરેશભાઈ પટેલે કરેલ તથા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ જશુભાઈ પટેલે કરી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 151827
Views Today : 