ઉના તાલુકાના દેલવાડા ગામે જન્મ દિવસ ની અનોખી ઉજવણી ગૌશાળા મા ગાય માતા ને સુખડી ના લાડુ પિરસી ને કરવામાં આવી જન્મ દિવસ ની ઉજવણી
ઉના તાલુકાના દેલવાડા ગામે રહેતા PGVL ના નાયબ કાર્યપાલક ઇજનેર બાંભણિયા મયુરભાઇ વીરાભાઇ ની દિકરી આરવી ના જન્મ દિવસ ની મયુરભાઇ દ્રારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે દેલવાડા ગામે શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે મયુરભાઇ ના પરીવાર કે જેમના માતા પિતા નિવૃત્ત શિક્ષક દંપતી છે
તથા મયુરભાઇ પુત્રી આરવી પત્ની સહિત પધારી ગૌશાળા ની ગાય માતા ઓ માટે સુખડી ના લાડુ બનાવી માતા ને આ લાડુ પિરસી પોતાની પુત્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આજે જ્યારે ઇન્ટરનેટ ના યુગ માં જન્મદિવસની ઉજવણી કરવામાં ખોટા ખર્ચા દેખાડા કરવામાં આવે છે કેક કાપી ને ડિજે ના તાલે ડાન્સ વગેરે વગેરે કરવા મા આવે છે ત્યારે આ શિક્ષિત પરીવાર દ્રારા સમાજ માં નવો રાહ ચીંધ્યો છે
મયુરભાઇ વીરાભાઇ બાંભણિયા કે જેઓ ઉચ્ચ હોદ્દા પર હોય છતાં સાદગી પૂર્ણ પોતાની દિકરી ના જન્મ દિવસ ગૌ માતા ને લાડુ પિરસી ને મનાવ્યો છે
એ સરાહનીય છે ચોતરફથી એમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 152168
Views Today : 