સદ્ કાર્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના અમદાવાદ ઉપક્રમે ખેડબ્રહ્મા ખાતે રાહત દરે દવાખાના નો પ્રારંભ કરાયો
ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પાસે હિન્દુ ધર્મશાળા સંકુલ ખાતે સદ્ કાર્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ ના ઉપક્રમે રાહતદરે નું આરોગ્ય ધામનું આજે ઉદ્ઘાટન કરાયું હતું..
આ પ્રસંગે વડોદરા ના જાણીતા ડો.કિશન જાની, ઈડરના ડો.નીરવ ત્રિવેદી ડો. સંદીપત્રિવેદી, હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપતા ડો. વિપુલ જાની, અગ્રણી શ્રી જશુભાઈ પટેલ,શ્રી ભીખાભાઇ પટેલ, વેપારી મંડળ ના પ્રમુખ શ્રી ચાવલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
ગોતા, ખેડબ્રહ્મા,રાધીવાડ ત્રણ ગામ ના ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના રાજ્યભરમાંથી મોટી સંખ્યા માં લોકો ની ઉપસ્થિતિ માં યોજાયેલ કાર્ય ક્રમ ના પ્રારંભે સંસ્થા વતી ટ્રસ્ટી શ્રી અનિલ જાની એ ટ્રસ્ટ દ્વારા થતાં સામાજિક સેવા ના કાર્યો ની વિકાસ ની વિગતો આપી દાતાશ્રી ઓ દ્વારા મળેલા દાન ની વિગતો આપી હતી. શ્રી અનિલ જાની એ આગામી સેવાકીય આયોજનો ની પણ વિગતો થી સમાજ ને જાણકારી આપી હતી.
અહીં સમાજ ના અગ્રણી તબીબો સર્વ શ્રી ડો.કિશન જાની, ડો. નીરવ ત્રિવેદી, ડો.સંદીપ ત્રિવેદી, ડો. વિપુલ જાની, સાબરકાંઠા જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી હિરેન ત્રિવેદી,નિવૃત જિલ્લા ન્યાયાધીશ શ્રી નલિન જોશી પૂર્વ નાયબ માહિતી નિયામક શ્રી નિખિલેષ ઉપાઘ્યાય અને અગ્રણીઓ પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે ટ્રસ્ટ ના તમામ ટ્રસ્ટી અને દાતા શ્રી ઓ નું પણ જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
અહીં સમાજ ના અને વડોદરા માં લોકપ્રિય ડો.કિશન જાની, ડો. નીરવ ત્રિવેદી , ડો.વિપુલ જાની અને અગ્રણીઓ એ પોતાના પ્રવચન માં સમાજ માટે હંમેશા કાર્ય કરવા અને સહયોગ તેમજ મદદરૂપ થવા ની ભાવના વ્યક્ત કરી હતી.
સદ્ કાર્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ધીમંત જોશી હાલ વિદેશ પ્રવાસે હોઈ તેઓ એ સંદેશ મારફતે સમાજ માટે ના સેવા કાર્યો, તેમજ જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય સેવા ના કાર્યો માટે સમાજ દ્વારા જ મળેલા દાન અને સહયોગ પ્રત્યે આભાર ભાવ ની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રારંભે ટ્રસ્ટ ના ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશ જાની એ સૌ નું સ્વાગત કર્યું હતું.
અગાઉ ટ્રસ્ટ દ્વારા ગોતા ગામે શરૂ કરાયેલ આરોગ્ય સેવા ધામ ને મળેલી સફળતા બાદ
આજે ખેડબ્રહ્મા ખાતે બીજું
રાહતદરે નું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા સમાજના વૃદ્ધો, વડીલો ને આર્થિક સહાય,વિધાર્થી માટે સ્કોલરશીપ,સહિત અનેક પ્રકારની સુવિધાઓ અને સહાય આપવામાં આવી રહી છે.
ખેડબ્રહ્મા ખાતે ના ઉધોગ સાહસિક શ્રી સચિન જોષી દ્વારા સમાજ માટે સુરુચિ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો સમાજ ના સૌ લોકો અને આમંત્રિત અગ્રણીઓ એ સાથે સમૂહ ભોજન કર્યું હતું
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 153915
Views Today : 