વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલમાં 1996- 97 ની બેચ ના વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ ખાતે તારીખ 18/ 01/ 2026 ના દિવસે 1996- 97 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો

સ્નેહ મિલન કાર્યક્રમમાં ૧૯૯૬ ૯૭ બેચના 35 થી 40 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા તેમજ જૂની યાદો ને તાજી કરી હતી હાઈ સ્કુલ પ્રત્યેના જુના સંસ્મરણો યાદ કરીને ભાવુક બન્યા હતા
સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રથમ મિત્રો જે તેમની વચ્ચે હાજર નથી તેમની માટે બે મિનિટનું મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એકબીજાને મળીને આનંદિત બન્યા હતા કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ડો. હસમુખભાઈ પટેલ તેમજ શિક્ષક ગણ અને ટ્રસ્ટી કાંતિલાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
સ્નેહ મિલન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા
સ્નેહ મિલન કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની જૂની યાદો તાજી કરી ને શાળાને સપ્રેમ ભેટ અર્પણ કરાઈ હતી

અંતમાં એકબીજાને પ્રેમથી વિદાય આપીને સૌ કોઈ મિત્રો છૂટા પડ્યા હતા અને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 162123
Views Today : 