>
Tuesday, January 20, 2026

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના નાસતા ફરતા આરોપીને બસ સ્ટેન્ડ પાસેથી ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના નાસતા ફરતા આરોપીને બસ સ્ટેન્ડ પાસેથી ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો

 

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઇ આર ટી ઉદાવત સાહેબ અને પી એસ આઇ કે વી વહોનીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન સાથેના અ.હે.કોન્સ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ તથા આ.પો.કો દિલિપભાઈ રણછોડભાઈ ના ઓને ખાનગી રાહે સયુક્ત બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં ૧૧૨૦૯૦૨૮૨૫૦૯૬૦/૨૦૨૫ ઘી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫ એઇ,૧૧૬(બી) ૯૮ (૨) મુજબ ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ (૧) લક્ષ્મણસિંહ કાળુસિંહ રાજપુત રહે.દાયમાકી બસ્તી અમરાજીકા ગુડા તા.ઉદેપુર જી.ઉદેપુર (રાજસ્થાન) તથા (૨) વિક્રમસિંહ સોહનસિંહ ઝાલા રહે.લોસિંગ અમરાજીકા ગુડા તા.ઉદેપુર જી.ઉદેપુર(રાજસ્થાન) વાળાઓ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે ઉભેલા છે જેમાં આરોપી લક્ષ્મણસિહે વાદળી કલરનુ જેકેટ તથા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરલ છે તેમજ આરોપી વિક્રમસિંહે કાળા તથા વાદળી કલરનુ જેકેટ તથા બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે જઈ તપાસ કરતા ઉપરોકત વર્ણનવાળા બન્ને ઈસમો મળી આવતા ઉપરોક્ત બન્ને ઈસમોના પકડી નામઠામ પુછતા પોતાના નામ (૧) લક્ષ્મણસિંહ કાળુસિંહ રાજપુત (ખરવડ) ઉ.વ.૩૯ રહે.દાયમાકી બસ્તી અમરાજીકા ગુડા તા.ઉદેપુર જી.ઉદેપુર(રાજસ્થાન) તથા (૨) વિક્રમસિંહ સોહનસિંહ ઝાલા ઉ.વ.૩૯ રહે.લોસિંગ અમરાજીકા ગુડા તા.ઉદેપુર જી.ઉદેપુર(રાજસ્થાન) હોવાનું જણાવતા બન્ને ઈસમોને પો.સ્ટેમાં લાવી પૂછપરછ કરતા પોતે આ ગુન્હા ની કબુલાત કરતા હોય જેથી બન્ને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આમ નાસતા ફરતા આરોપીઓને પકડવામાં ખેડબ્રહ્મા પોલીસ ટીમને સફળતા પ્રાપ્ત થઈ

 

પકડાયેલ આરોપી

 

(૧) લક્ષ્મણસિંહ કાળુસિંહ રાજપુત (ખરવડ) ઉ.વ.૩૯ રહે.દાયમાકી બસ્તી અમરાજીકા ગુડા તા.ઉદેપુર જી.ઉદેપુર (રાજસ્થાન)

 

(૨) વિક્રમસિંહ સોહનસિંહ ઝાલા ઉ.વ.૩૯ રહે.લોસિંગ અમરાજીકા ગુડા તા.ઉદેપુર જી.ઉદેપુર (રાજસ્થાન) > કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores