*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*થરાદમાં ડમી એટી એમ થી ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો, 25 હજારની છેતરપિંડીનો ભેદ ખુલ્યો*
તા. 8/1/2026ના રોજ એક બહેન થરાદ ખાતે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા. તે દરમિયાન એટીએમમાં પહેલેથી ઊભેલા એક ઈસમે મદદ કરવાની આડમાં ડમી એટીએમ કાર્ડ બતાવી “રૂપિયા ઉપાડી દઉં?” કહી વિશ્વાસમાં લઈ લીધો હતો. બહેને મદદની નીતિએ પોતાનું એટીએમ કાર્ડ આપતાં જ યુવકે કાર્ડ બદલી નાખી ઠગાઈ આચરી હતી.
પછી આ બદલી કરાયેલા એટીએમ કાર્ડના આધારે આરોપીએ અલગ અલગ સ્થળોએથી અંદાજે રૂ. 25,000 જેટલા રૂપિયા ઉપાડી લીધા હતા. ઘટના અંગે ભાન થતા પીડિત બહેન દ્વારા વાવ-થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે થરાદ પોલીસ સ્ટેશન ના પીઆઈ એ ટી પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી કાર્યવાહી કરી આરોપી પ્રવીણ પુરી, ભૂરપુરી ગામ રડકા,ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
થરાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે એટીએમમાં કોઈ અજાણ્યા વ્યક્તિને કાર્ડ કે પિન નંબર ન આપવો અને કોઈ શંકાસ્પદ પ્રવૃતિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.







Total Users : 162906
Views Today : 