પી.એમ. સ્વાનિધિ યોજના હેઠળ ઊના નગરપાલિકા ખાતે લોન વિતરણ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે દેશભરમાં ૧ લાખ લાભાર્થીઓને લાભ – ઊનામાં પણ સ્ટ્રીટ વેન્ડરોને મોટી રાહત
ઊના, તા. ૨૩/૦૧/૨૦૨૬ (શુક્રવાર):
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના અંતર્ગત આજના રોજ સમગ્ર ભારતભરમાં એકસાથે ૧ લાખથી વધુ લાભાર્થીઓને લોન વિતરણ તથા ક્રેડિટ કાર્ડના શુભ આરંભનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ રાષ્ટ્રીય કાર્યક્રમને અનુરૂપ ગીર સોમનાથ જિલ્લાના ઊના નગરપાલિકા દ્વારા પણ નગરપાલિકા ભવન, ઊના ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ. સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓ એવા સ્ટ્રીટ વેન્ડરો અને નાના વેપારીઓને ₹૧૫,૦૦૦/-, ₹૨૫,૦૦૦/- તથા ₹૫૦,૦૦૦/-ની લોનના સેન્સન લેટર અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, પી.એમ. સ્વાનિધિ યોજના થકી માર્ગ ઉપર રોજગાર કરતા નાના ધંધાર્થીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો સરકારનો મુખ્ય હેતુ છે. ઓછા વ્યાજ દરે અને સરળ પ્રક્રિયા દ્વારા મળતી આ લોનથી સ્ટ્રીટ વેન્ડરો પોતાનો ધંધો વધુ વિસ્તારી શકે છે તથા આત્મનિર્ભર બની શકે છે.
આ પ્રસંગે ઊના નગરપાલિકા પ્રમુખશ્રી, એક્ઝીક્યુટીવ ચેરમેનશ્રી, SBI બેંકના બ્રાંચ મેનેજરશ્રી, NULM વિભાગના અધિકારીઓ અને સ્ટાફ, તેમજ સ્થાનિક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી અને સરકારની યોજનાઓનો પૂરતો લાભ લેવા માટે અપીલ કરી હતી.







Total Users : 163198
Views Today : 