વડાલી ની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં SSC અને HSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
કાર્યક્રમમાં સંત શ્રી મણીરામ મહારાજ ના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
શુભેચ્છા સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હસમુખભાઈ ડી પાટીલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી ત્યારબાદ હાઈ સ્કૂલની દીકરીઓ દ્વારા પ્રાર્થના ગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા
વડાલીની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કૂલના આચાર્યશ્રી ડોક્ટર હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું ફૂલહાર કરીને તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું
આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને બોર્ડની પરીક્ષા સમયે કોઈએ ગભરાવવું નહીં અને શાંતિથી પણ પરીક્ષા આપવી તેમ જણાવ્યું હતું
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અંતમાં સૌ મહેમાનો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણ ભોજન લઈને છૂટા પડ્યા હતા અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 167066
Views Today : 