ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ખાતે ટ્રસ્ટી.શ્રી બાબુભાઈ ની શ્રદ્ધાંજલિ સાથે ધોરણ 10 અને 12 નો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો
ખેડબ્રહ્મા તાલુકા ના દામાવાસ ખાતે આવેલ શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી એન.પી. ધોળુ જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર એમ માકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય માં ચતુર્વિધ સમારોહ શ્રી જયંતીભાઈ શામજીભાઈ માકાણી, પ્રમુખ શ્રી પાવનધામ ટ્રસ્ટ વડાલીકંપા ની અધ્યક્ષતામાં યોજાયો. સૌપ્રથમ શ્રી નિર્મળ હ્રદય સારસ્વત મંડળના ઉત્સાહી અને સેવાભાવી ટ્રસ્ટી
શ્રી સ્વર્ગસ્થ બાબુભાઈ માવજીભાઈ પોકાર નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૌન, શાંતિ પ્રાર્થના,પુષ્પાંજલિ અને શબ્દાંજલી દ્વારા તેઓ શ્રીની આત્માને શાંતિ અને સદગતિ અર્થે પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા- વિદાય સમારંભ યોજાયો. વિદ્યાલયના ગત વર્ષના ધોરણ 6 થી 12 ના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ સર્વે વિદ્યાર્થીઓ – તેજસ્વી તારલાઓને દામાવાસ કંપાના દાતાશ્રી મગનભાઈ દાનાભાઈ પટેલ ના પરિવાર દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા અને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી પટેલ હાર્દિક શાંતિલાલ દ્વારા વિદ્યાલયના દરેક અભ્યાસ
કરતા બાળકોને પેન,પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, શાર્પનર જેવા શૈક્ષણિક સાધનોની કીટ બનાવી આપવામાં આવી. આ સાથે સંત શ્રી 108 શ્રી રામદાસ ગુરુ, શ્રી વિરેશ્વર મહાદેવ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા. શ્રી વિજયભાઈ ગુરુમુખદાસ ચાવલા કિશનચંદ પરિવાર ખેડબ્રહ્મા, શ્રી મિતેશભાઈ પટેલ આચાર્યશ્રી એશિયન પોલિટેકનિક કોલેજ વડાલી અને શ્રી સુરજકુમાર કિશનલાલ નાયર, ક્રિષ્ના ટાયર્સ, ખેડબ્રહ્માએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર સી કે પટેલ જીવન જ્યોત હોસ્પિટલ ખેડબ્રહ્મા,શ્રી રાહુલભાઈ પાંડે મેનેજરશ્રી જનતા કો-ઓપરેટિવ બેન્ક, ખેડબ્રહ્મા, શ્રી ડો. વિષ્ણુભાઈ પ્રજાપતિ બી.એડ કોલેજ,અંદ્રોખા, શ્રી સુરેશભાઈ શામળભાઈ પટેલ પૂર્વ શિક્ષક સંત શ્રી નથ્થુ રામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા, શ્રી મોહનભાઈ જે પટેલ, શ્રી મોહનભાઈ પી પટેલ દામાવાસ કંપા, સરપંચશ્રી દામાવાસ ગ્રુપ ગ્રામ પંચાયત અને શ્રી શ્રવણભાઈ વણઝારા દામાવાસ તેમજ રામાભાઈ એમ. વણઝારા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને પ્રોત્સાહન પૂરું પાડી કાર્યક્રમને શોભાવ્યો હતો. અંતે સારસ્વત મંડળના ટ્રસ્ટીગણ
અને વિદ્યાલયના આચાર્યશ્રી, શાળા પરિવાર દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતે સ્વર્ગસ્થ બાબુભાઈ માવજીભાઈ પટેલ ના પરિવાર દ્વારા ભોજન આપવામાં આવ્યું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 167312
Views Today : 