>
Monday, February 16, 2026

રાહ તાલુકા ના લુવાણા કળશ ગામે ભવ્ય મહાદેવની સહ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

રાહ તાલુકા ના લુવાણા કળશ ગામે ભવ્ય મહાદેવની સહ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

 

 

 

 

લુવાણા કળશ ગામે મહાદેવ ની સહ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમનો પ્રારંભ તારીખ 13/2/ 2026| ના રોજ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસનું સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ પ્રાણ પ્રતિષ્ઠા| મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. |

જેમાં પ્રથમ દિવસે પ્રાયશિ્ચત વિધી ગણપતિ પૂજન સ્થાપિત દેવતાઓનું પૂજન અને વિધિ કરવામાં આવી તારીખ 14/2/2026 ના રોજ સમસ્ત ગામમાં ભગવાન શિવ અને તેમના પરિવારને ગ્રામપ્રદકિ્ષણા કરવામાં આવી જેમાં સમસ્ત ગ્રામજનોએ ઉત્સાહ ઉમંગ અને મહાદેવના જયકાર સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી.અને તારીખ 15/2/2026 રોજ સવારે અભિજિત મુહૂર્તમાં ભગવાન શિવ પરિવાર ને નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનોએ ભારે! જહેમત ઉઠાવી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આચાર્યશ્રી દવે મદનલાલ હરખચંદ અને દવે દિનેશ ભાઈ માંગીલાલ લુવાણા (ક) અને એમની સાથે તમામ ભૂદેવ મંડળ દ્વારા| વેદિક મંત્રોચ્ચાર દ્વારો ભગવાન શિવ પરિવાર ની પ્રાણ પ્રતિષ્ઠા| કરવામાં આવી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સાધુ મહાત્માઓ અને રાજકારણ નેતાઓ અને આજુબાજુના ગામના પણ લોકોઉપસિ્થતરહ્યા હતા.પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores