વંદે ભારત ઉદેપુર અસારવાનો હિંમતનગર ખાતે ભવ્ય શુભારંભ કરાવ્યો
આત્મનિર્ભર ભારતની નવી તસવીર સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત ઉદેપુર અસારવાનો હિંમતનગર ખાતે ભવ્ય શુભારંભ સાબરકાંઠાના સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા અને મયંક ભાઈ નાયક ના શુભ વરદ હસ્તે લીલી જંડી અપાવી પ્રસ્થાન કરાવેલ હતું આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સ્વાદુ સાહેબ તેમજ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને ડી આર સી સી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ અને રાજુભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ સાંસદ શ્રી દીપ સિંહ રાઠોડ અને પૂર્વ એમએલએ શ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમજ ખૂબ મોટી સંખ્યામાં હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી જનતા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાવેલ હતો આ પ્રસંગે ખેડબ્રહ્મા ટ્રેન જલ્દી શરૂ કરવા પણ માગણી કરવામાં આવેલ હતી
તેમજ મુંબઈ અને દિલ્હી ખાતે પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં રજૂઆત કરી યોગ્ય કરવા તમામ સંસદોએ ખાતરી આપી હતી આ પ્રસંગે રેલવેના DRM સાહેબ શ્રી એ સૌનું સ્વાગત અને સન્માન કરેલ હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 167439
Views Today : 