>
Thursday, February 19, 2026

ખેડબ્રહ્મા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો 

ખેડબ્રહ્મા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો

વહેલી સવારે વરસાદી માહોલ છાંટા પડ્યા

 

ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણ વાદળિયું બન્યું છે. આજે વહેલી સવારે હળવા વરસાદી છૂટાં પડતા નગરજનોમાં તેમજ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

વરસાદી વાતાવરણને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને બટાકા, રાયડા જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદી છૂટાં પડે તો ચણાના પાકને પણ નુકસાન થવાની શક્યતા ખેડૂત વર્ગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતો દ્વારા હવામાનમાં સ્થિરતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી ઉભા પાકને કોઈ નુકસાન ન થાય.

પૂર્વ મંત્રી દિનેશભાઈ બટાકાની સાથે ચણા પણ કાપેલા ખેડૂતોના તૈયાર ખેતરમાં પડેલ છે જે સવારે ધીમીધારે વરસાદ આવવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

ખૂબ મોટું બટાકાનું વાવેતર તેમજ ચણાનું વાવેતર છે તેમજ હાલમાં ઘઉં ને છેલ્લે પાણી ચાલુ હોય વરસાદ થવાથી મોટું નુકસાન થાય અને ઘઉં પાણી પીધેલા પડી પડી જવાથી ખેડૂતને મોટું નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores