>
Friday, February 20, 2026

પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને દારૂ ભરેલી અર્ટીકા ગાડી જેમાં વિદેશી બીયર ટીન નંગ-૪૮૦ કિ.રૂ.૧,૦૫,૬૦૦/- સાથે મળી કુલ કિં. રૂ.૬,૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને દારૂ ભરેલી અર્ટીકા ગાડી જેમાં વિદેશી બીયર ટીન નંગ-૪૮૦ કિ.રૂ.૧,૦૫,૬૦૦/- સાથે મળી કુલ કિં. રૂ.૬,૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

 

ઉપરોકત ટીમના માણસો તા.૧૮/૦૨/૨૦૨૬ નારોજ પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. પ્રકાશભાઈ તથા અ.હે.કો. જીજ્ઞેશકુમાર નાઓને મળેલ બાતમી આધારે પ્રાંતીજ ટોલનાકા નજીક કતપુર ગામ જવાના નાકા પાસે વૉચ નાકાબંધીમાં ઉભા રહેલ દરમ્યાન બાતમી મુજબ હિંમતનગર તરફથી પ્રાંતીજ ટોલનાકા તરફ એક અર્ટીકા ગાડી સફેદ કલરની GJ 18 BM 6772 ની આવતાં તેને આદશ કરી રોકતાં ગાડીના ચાલકે ગાડી ધીમી કરી થોડેક દૂર જઇ તેમાં બેસેલ ચાલક તથા બાજુમાં બેસેલ ઇસમ ભાગવા લાગતાં સાથેના પોલીસના માણસોએ પીછો કરી ગાડીના ચાલકને પડી પાડેલ તેમજ બીજો ઇસમ ભાગી ગયેલ તેમજ પકડાયેલ ઇસમનું નામઠામ પુછી ગાડીમાં ચેક કરતાં ભારતીય બનાવટના વિદેશી બીયરની પેટીઓ ભરેલ હોઈ વિદેશી બીયર વહન કરવા અંગેનુ પાસપરમીટ માગતાં જે તેની પાસે ન હોઈ મળી આવેલ બીયર વિગેરે મળી કુલ કિ.રૂ.૬,૧૦,૬૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.

 

નં.૧૧૨૦૯૦૪૧૨૬૦૧૬૯/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫(એ)(ઈ),૮૧મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીઓ :-

 

(૧) જીતેન્દ્રકુમાર સ/ઓ નાથુલાલ નાનુરામ ડામોર(મીણા) ઉવ.૩૫ રહે. સકલાલ તા.ખેરવાડા, જી.ઉદેપુર(રાજ.)

 

પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ :-

(૧) ભાગી ગયેલ ઇસમ કાલુરામ આદિવાસી રહે,ખેરવાડા

(૨) હરેશ જેનુ પુરુ નામ ઠામ નથી (પાયલોટીંગ કરનાર ઈકો ગાડીનો ચાલક)

(૩) અનીલભાઈ દાદુભાઈ બરંડા રહે, અનેલા થાના પહાડા તા.નયાગાવ જી.ઉદેપુર જ) (બીયરનો જથ્થો ભરી આપનાર)

 

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

મો.8780638478

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores