>
Friday, March 6, 2026

ઊના: નાદરખ ગામે દારૂની તપાસમાં ગયેલા ASI સાથે ઝપાઝપી, જાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ

ઊના: નાદરખ ગામે દારૂની તપાસમાં ગયેલા ASI સાથે ઝપાઝપી, જાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ

 

ઊના: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નાદરખ ગામે પોલીસ પર હુમલો અને જાતિ વિષયક અપમાન કરવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રોહિબિશનની તપાસમાં ગયેલા પોલીસ કર્મચારીઓ સાથે ગામના શખ્સોએ માથાકૂટ કરી, ફરજમાં રુકાવટ ઉભી કરતા ચકચાર મચી ગઈ છે.

 

શું હતી સમગ્ર ઘટના?

 

ઊના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નાદરખ ગામે એક દુકાનની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી, ત્યારે ત્યાં હાજર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા.

 

પોલીસ સાથે ઝપાઝપી અને બોલાચાલી

 

તપાસ દરમિયાન નાદરખ ગામના રહેવાસી અનિરુદ્ધસિંહ કરણસિંહ ગોહિલ તથા અજીતસિંહ કરણસિંહ ગોહિલ તેમજ તેમના પત્નીઓ અને માતાએ એકસંપ થઈ પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. આરોપીઓએ તપાસમાં ગયેલા ASI સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી ફરજ પરના પોલીસ કર્મચારીને તેમની જાતિ પ્રત્યે અપમાનિત કરી જ્ઞાતિસૂચક શબ્દો કહ્યા હતા.પોલીસ વર્ધીમાં હોવા છતાં કાયદાનો ડર રાખ્યા વિના ગેરવર્તણૂક કરી હતી.

 

કાનૂની કાર્યવાહી અને તપાસ

 

આ મામલે ઊના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ તેમજ એટ્રોસિટી એક્ટ (SC/ST Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ મામલો સંવેદનશીલ હોવાથી અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાથી, આ કેસની વધુ તપાસ ST-SC સેલના DySP દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores