>
Monday, March 9, 2026

સમગ્ર ગુજરાતમાં હાલ લગ્નને લગ્નને કુવારી લૂંટરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હિંમતનગર ખાતે સામે આવ્યો છે.લગ્નવાનછુક યુવાનોના લગ્ન કરાવી છેતરપીંડી કરતી લૂંટરી દુલ્હન ગેંગના 9 પૈકીના બે મહિલા સહિત 4 લોકો પોલીસ સકંજામાં

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

સમગ્ર ગુજરાતમાં હાલ લગ્નને લગ્નને કુવારી લૂંટરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હિંમતનગર ખાતે સામે આવ્યો છે.લગ્નવાનછુક યુવાનોના લગ્ન કરાવી છેતરપીંડી કરતી લૂંટરી દુલ્હન ગેંગના 9 પૈકીના બે મહિલા સહિત 4 લોકો પોલીસ સકંજામાં

સમગ્ર ગુજરાતમાં હાલ લગ્નને લગ્નને કુંવારી લૂંટરી દુલ્હનના કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે જોકે હિંમતનગરમાં પણ આવી જ લૂંટેરી દુલ્હન ગેંગ કાર્યરત હતી જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ આખીય ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા લઇ લગ્ન કરાવ્યા બાદ ચાર પાંચ દિવસ પછી બહાના બતાવી યુવકોને છોડી ભાગી જતી હોય છે અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોય છે. જોકે હિંમતનગર ખાતે સામે આવેલ આખા કિસ્સામાં આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતા હતા અને બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા હતા જોકે હિંમતનગરના ભોગ બનેલ એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુટેરી દુલ્હન ગેંગના ચાર આરોપીને ઝડપી લીધા છે જોકે હજુ પાંચ મહિલા આરોપીઓને અટક કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે

હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામથી મેરેજ બ્યુરો ચલાવતા હતા જેમાં લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓના મરતીયાઓ મારફતે લગ્નવાનછુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી એનકેન પ્રકારે છૂટાછેડા લેવડાવી છેતરપિંડી આચરનાર દંપતી મનોજભાઈ બાબુલાલ સોની તને તેમના પત્ની કવિતાબેન મનોજભાઈ સોની સહિત નવ વ્યક્તિઓ અલગ અલગ લગ્નવાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા જોકે હિંમતનગરના એક યુવક સાથે આ જ પ્રકારે છેતરપિંડી કરતા યુવકે પોલીસ મથકે જાણ કરી હતી જોકે અત્યાર સુધીમાં અલગ અલગ ચાર યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે અને હજુ પણ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ સાથે જ લુટેરી દુલ્હન ગેંગના લોકો દ્વારા હિંમતનગર સહિત અન્ય કેટલી જગ્યાએ કેટલા યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ ઝડપાયેલા આરોપીઓ અને અટકાયત કરવાના બાકી રહેતા આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores