ભારતીય કિસાન સંઘ ખેડુતમા તાલુકા દ્વારા આવેદનપત્ર અપાયું
સરકાર દ્વારા ખરીદીની નોંધણીની પ્રક્રિયામાં તારીખ લંબાવવા અને ઘઉં ચણા મકાઈ રાયડો બાજરીમાં એમએસપી કરતા સો રૂપિયા પ્રોત્સાહન ભાવ આપવા આવેદનપત્ર ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા અપાયું
ચાલુ વર્ષે ચોમાસુ 200% હોવાથી ચોમાસુ ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયેલ ત્યારે અન્ય પાકો જેવા કે ઘઉં રાયડો ચણા મકાઈ બાજરી વાવણી માટે સમગ્ર વિસ્તારમાં કરવામાં આવી ત્યારે વર્તમાન સમયમાં ખૂબ જ પ્રમાણમાં ભાવ નીચા થવાથી ખેડૂત આલમ મૂંઝવણ થવાથી આજરોજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા ઉપરોક્ત તમામ પાકોમાં 20 કિલોએ સો રૂપિયા પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ખેડબ્રહ્મા વિજયનગર પોશીના તાલુકાના નાયબ કલેકટર શ્રી મારફત તેમજ ખરીદ પ્રક્રિયાની તારીખ લંબાવવા 30 માર્ચ સુધી માગણી કરેલ છે જે અનુસંધાને આજરોજ તાલુકા પ્રમુખ શ્રી જશુભાઈ ઉપપ્રમુખ શ્રી નારાભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઇ અને પૂર્વ મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ અને જૈવિક પ્રમુખ શ્રી રવજીભાઈ પ્રતિનિધિ મંડળના રૂપે ઉપસ્થિત રહેલા હતા અને નાયબ કલેકટર વતી શ્રી ડોડીયા સાહેબે આવેદનપત્ર સ્વીકારી સરકારમાં મોકલી આપવા જણાવ્યુ હતું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 