ગુજરાત રાજ્યની પ્રથમ NQAS પ્રમાણીત સંસ્થા બની ખેડબ્રહ્માની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ…
ખેડબ્રહ્મા સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલએ આરોગ્ય સેવાઓના ગુણવત્તા ધોરણોમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવી રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. આ સાથે ખેડબ્રહ્મા SDH ગુજરાત રાજ્યની પ્રથમ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની છે, જેને આ પ્રતિષ્ઠિત ગુણવત્તા પ્રમાણપત્ર મળ્યું છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું NQAS પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દી સલામતી, ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, સ્વચ્છતા વ્યવસ્થા, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, રેકોર્ડ મેનેજમેન્ટ અને દર્દીકેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના કડક મૂલ્યાંકન બાદ આપવામાં આવે છે. ખેડબ્રહ્મા SDH એ આ તમામ માપદંડોમાં ઉત્તમ કામગીરી દર્શાવી આરોગ્ય સેવાઓમાં ગુણવત્તાનો નવો ધોરણ સ્થાપિત કર્યો છે.
ખેડબ્રહ્મા SDH હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો. અશ્વિન ગઢવી એ જ્ણાવ્યુ કે આરોગ્ય શાખા જીલ્લા પંચાયતના જીલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડીક્લ ઓફીસરશ્રી ડૉ.એ.આઇ.મલેક નો સતત સહયોગ અને માર્ગદર્શન તેમજ અમારી આરોગ્ય ટીમની સમર્પિત સેવાભાવનાનું પ્રતિબિંબ છે. ગત વર્ષમાં અમારી હોસ્પિટલમાં 94 હજારથી વધુ ઓપીડી દર્દીઓને સારવાર, 3,755 સલામત પ્રસુતિઓ, 3 હજારથી વધુ મેજર તથા માઇનર ઓપરેશનો, 2 લાખથી વધુ વિવિધ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
તદુપરાંત હોસ્પિટલમાં સિકલસેલ રોગની સારવાર, ટીબીના દર્દીઓની તપાસ -સારવાર , કિડની ડાયાલિસિસ, વિવિધ બાળરોગની સારવાર, એક્સ-રે સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ પણ ગુણવત્તાયુક્ત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જેના કારણે અંતરિયાળ, ડુંગરાળ અને હાર્ડ ટુ રીચ વિસ્તારોમાં વસતા વનબંધુ પરિવારોને પણ આરોગ્યની મફત અને સુલભ સેવાઓ મળી રહી છે. હોસ્પિટલના તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તેમજ સમગ્ર આરોગ્ય ટીમના સુવ્યવસ્થિત આયોજન, સતત મહેનત અને દર્દીકેન્દ્રિત સેવાભાવનાના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, “ખેડબ્રહ્મા SDH ને મળેલ NQAS પ્રમાણપત્ર સમગ્ર જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ આરોગ્ય ટીમની સમર્પિત સેવા, સુવ્યવસ્થિત આયોજન અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.”
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 