>
Thursday, March 19, 2026

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ઘટ સ્થાપન કરાયું

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ઘટ સ્થાપન કરાયું

 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારે શાસ્ત્રોત વિધિ અને મંત્રોચ્ચાર સાથેઘટ સ્થાપન કરાયું

 

ખેડબ્રહ્મા નગર સ્થિત શ્રી આરાસુરી અંબિકા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રી એ ઘટ સ્થાપન કરાયું

અંબિકા માતાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે ભક્તો મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા

 

ચૈત્ર સુદ એકમના દિવસે મંદિરમાં વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે માતાજીનું ઘટ સ્થાપન કરાયું તેમજ માતાજી આગળ જવારા વવાશે

 

ચૈત્ર નવરાત્રી નિમિત્તે મંદિરને ગર્ભ ગૃહને સુંદર ફૂલોથી શણગારાયું હતું તેમજ રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરાઈ હતી

 

મંદિરમાં ભક્તોએ વહેલી સવારે માતાજી ના પૂજા અર્ચના કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

અંબિકા માતાજીના મંદિરે શ્રીયંત્ર ને દૂધથી અભિષેક કરાયો હતો મંદિરે નવ દિવસની વિશેષ પૂજા કરવામાં આવશે તેમજ રાત્રે ગરબાનું પણ વિશેષ આયોજન કરવામાં આવશે તેવું મંદિરના મેનેજર શ્રી દિલીપસિંહ કુંપાવત એ જણાવ્યું હતું

 

આગામી નવ દિવસ સુધી ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાશે તેમ જ ટ્રસ્ટી અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores