તા.૧૬/૦૩/૨૦૨૬
મોડાસા રૂરલ પો.સ્ટે હદના મોજે જાલોદર ગામની સીમમાં મોડાસાથી માલપુર તરફ જતા હાઈ-વે રોડ ઉપર આવેલ સવેરા હોટલના કમ્પાઉન્ડમાં ટાટા કંપનીની ટૂક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ/ ટીન નંગ-૪૯૯૨ કુલ કિ.૩૧, ૯૪,૪૦૦/-ના મુદ્દામાલ તથા મોબાઈલ/ લોખંડનો સામાન/ગાડી મળી કુલ કિ.રૂ.૬૭,૯૯,૮૧૮/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી પ્રોહી ગણના પાત્ર કેસ શોધી કાઢતી- એલ.સી.બી.અરવલ્લી

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબનાઓએ અરવલ્લી જીલ્લામાં પ્રોહી/જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર અસરકારક રેઇડ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા સારૂ જરૂરી સુચનાઓ કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી પો.ઇન્સ.શ્રી એમ.એચ.ઝાલા નાઓની આગેવાનીમાં એલ.સી.બી. પો.સબ.ઇન્સ વી.જે.તોમર તથા પો.સબ.ઇન્સ પી.પી.સોલંકી તથા પો.સબ.ઇન્સ વી.ડી.વાઘેલા તેમજ એલ.સી.બી.ટીમના માણસો મળેલ બાતમી હકીકત આધારે જાલોદર ગામની સીમમાં મોડાસાથી માલપુર તરફ જતા હાઈ-વે રોડ ઉપર આવેલ સવેરા હોટલના કમ્પાઉન્ડમાં જતા એક ટ્રક ટાટા કંપની બંધ બોડીની ટ્રક ગાડી નં.RJ.09.GE.4533 ની વિદેશી દારૂ ભરેલ હાલતમાં મળી આવેલ જે ટ્રક ગાડીમાં બે ઇસમો બેઠેલ હોય જેઓને સાથે રાખી ટાટા કંપનીની ટ્રક ગાડીમાં તપાસ કરતા અંદર લોખંડના સામાનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો જેથી સદર ટાટા કંપનીની ટ્રક ગાડી ના ચાલકનુ નામ પુછતાં ખાલીદ સ/ઓફ રહેમાન ફતેખાં ૨હે. સાલાઠેડી થાના-નુહુ તા.જી.નુહૂ (હરિયાણા)નો હોવાનુ તેમજ તેની સાથેના ઈસમનુ નામ પુછતાં સાકીબ સ/ઓફ શબ્બીર અડીખા મેવ રહે. સાલાહેડી થાના-નુહુ તા.જી.નુહૂ (હરિયાણા)નાનો હોવાનુ જણાવેલ સદરી પકડાયેલ ઇસમોને પોતાના કબજાની ટ્રક ગાડીમાં ભરી લાવેલ પ્રોઠી મુદામાલ સબંધે પુછતાં અખલાસ ઉર્ફે અકકી સ/ઓફ મહેમુદ શમશેર મેવ રહે. સાલાહેડી થાના-નુઠું તા.જી.નુહ (હરિયાણા) નાએ આ વિદેશી દારૂ ભરેલી ગાડી હરિયાણા રેવાસણ નજીક કેમટી હાઈ-વે રોડ ઉપર આવેલ ટોલટેક્ષ પાસેથી આપેલ હતી જે વિદેશી દારૂ ભરેલી ટ્રક ગાડી વાપી પહોંચાડવાની હકીકત જણાવેલ. જેથી સદર ટ્રક ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો નીચે ઉતારી ગણી જોતાં કુલ પેટી નંગ-૨૩૩ જેમાં કુલ બોટલ નંગ-૪૯૯૨ જેની કુલ કિ.રૂ.૩૧,૯૪,૪૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ તેમજ ટ્રક ગાડીની અંદર ભરેલ લોખંડનો સામાન જોતા બેલ્ટી મુજબ કિ.રૂ.૨૦,૮૪, ૯૧૮/-તથા પકડાયેલ બંન્ને ઇસમોની ઝડતી દરમ્યાન મોબાઈલ ફોન નંગ-૨ જેની કિ.રૂ.૨૦,000/- તથા ટાટા ટ્રક ગાડી ની કિ.રૂ.94,00,000/- તથા જી.પી.એસ.નંગ-૧ કિ.રૂ.૫૦૦/-મળી કુલ કિ.રૂ.૬૭,૯૯,૮૧૮/-નો મુદ્દામાલ સદરી પકડાયેલ બન્ને ઇસમો પાસેથી કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ છે.

A
પકડાયેલ મુદ્દામાલ
(૧) વિદેશીદારૂની કુલ પેટી નંગ-૨૩૩ જેમાં કુલ બોટલનંગ-૪૯૯૨ જેની કિ.રૂ.૩૧,૯૪,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ
(૨) ટાટા કંપનીની ટ્રક ગાડીની કિ.રૂ.૧૫,00,000/-
(૩) મોબાઇલ ફોન નંગ-૨ જેની કિ.રૂ.૨૦,૦૦૦/-
(૪) લોખંડનો સામાન જેની કુલ કિ.રૂ. ૨૦,૮૪,૯૧૮/- મુદ્દામાલ
(૫) જી.પી.એસ.નંગ-૧ કિ.રૂ.૫૦૦/-
>
પકડાયેલ આરોપીઓ
(૧) ખાલીદ સ/ઓફ રહેમાન ફતેખાં રહે. સાલાહેડી થાના-નુહુ તા.જી.નુહૂ (હરિયાણા)
(૨) સાકીબ સ/ઓફ શબ્બીર અડીખા મેવ રહે.ચાલાહેડી થાના-નુહુ તા.જી.નુહૂ (હરિયાણા)
વોન્ટેડ આરોપી
(૧) અખલાસ ઉર્ફે અકકી સ/ઓફ મહેમુદ શમશેર મેવ રહે. સાલાઠેડી થાના-નુહુ તા.જી.નુહૂ (ઠરિયાણા)
આકામગીરી કરનાર અધિકારીશ્રીઓ/કર્મચારીઓ –
શ્રી.એમ.એચ.ઝાલા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.અરવલ્લી તથા શ્રી.વી.જે.તોમર તથા શ્રી.પી.પી.સોલંકી તથા શ્રી.વી.ડી.વાઘેલા પો.સ.ઇ તથા એ.એસ.આઈ કલ્પેર્શાસિંહ કરણસિંહ તથા અ.હે.કો. હિતેશભાઈ અનુભાઈ તથા અ.હે.કો. જયેન્દ્રસિંહ ભીમસિંહ તથા અ.પો.કો. વિશ્વદિપસિંહ મહાવીરસિંહ તથા આ.પો.કો.હાર્દિકકુમાર અરવીંદભાઈ તથા અ.પો.કો. ભયપાલસિંહ જુવાનસિંહ તથા લોકરક્ષક રાજ મહિપાલસિંહ તથા આ પો.કો. અનીલકુમાર ભુલાભાઈ તથા ડ્રા.પો.કો. જીગ્રેશ ભાઈ છગનભાઈ તથા ડ્રા.પો.કો. ધનરાજ સિંહ ગીરવતસિંહ તથા સમગ્ર એલ.સી.બી.સ્ટાફ અહેવાલ = અલ્કાબેન પંડ્યા







Total Users : 145600
Views Today : 