>
Friday, March 20, 2026

હિંમતનગરમાં નગરપાલિકા અને મામલતદાર કચેરીના નકલી સિક્કા બનાવી આધાર, જાતિ, ના દાખલા બનાવનાર જનસેવા કેન્દ્રના ઓપરેટર સહિત બે શખ્સોને LCB એ ઝડપ્યા

હિંમતનગરમાં નગરપાલિકા અને મામલતદાર કચેરીના નકલી સિક્કા બનાવી આધાર, જાતિ, ના દાખલા બનાવનાર જનસેવા કેન્દ્રના ઓપરેટર સહિત બે શખ્સોને LCB એ ઝડપ્યા

 

સાબરકાંઠા જિલ્લામાં ખોટા દસ્તાવેજો બનાવી લોકોને ગેરકાયદેસર રીતે લાભ અપાવતા રેકેટનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડીને રૂ. ૧,૦૫,૮૫૦/-ના મુદ્દામાલ સાથે કબજે કર્યો છે.

 

મળતી માહિતી અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થેરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા અને પો.સ.ઈ. એસ.જે. ચાવડાની આગેવાનીમાં LCBની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

 

તા. ૧૮/૦૩/૨૦૨૬ના રોજ ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલી બાતમી મુજબ મહેતાપુરા વિસ્તારના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ અને તેના સાગરિત ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ ખોટા સહી-સીક્કા બનાવી આધારકાર્ડ, જાતિ, આવક તથા EWSના ખોટા દાખલા તૈયાર કરી રહ્યા હતા.

પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સીકકા, દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા હતા. કુલ રૂ. ૧,૦૫,૮૫૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ તથા આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores