>
Saturday, March 21, 2026

વડાલી ના સગર સમાજ દ્વારા બહુચર માતાજી 25 મા વર્ષમાં પદયાત્રા જવા સંઘે પ્રસ્થાન કર્યું

વડાલી ના સગર સમાજ દ્વારા બહુચર માતાજી 25 મા વર્ષમાં પદયાત્રા જવા સંઘે પ્રસ્થાન કર્યું

 

ચૈત્ર સુદ બીજથી શરૂ પદયાત્રામાં 200થી વધુ ભક્તો જોડાયા, પાંચમા દિવસે બહુચર માતાજીના દર્શન કરશે

 

વડાલીથી મહેસાણા જિલ્લામાં આવેલા બહુચર માતાજી મંદિર સુધી સગર સમાજ દ્વારા આયોજિત પવિત્ર પદયાત્રાનો આ વર્ષે 25મો વર્ષ મંગલ પ્રવેશ સાથે ઉજવાઈ રહ્યો છે. ચૈત્ર સુદ બીજના પાવન દિવસે શરૂ થયેલી આ યાત્રામાં આશરે 200 જેટલા ભક્તો, જેમાં યુવાનો તેમજ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે. યાત્રાળુઓ આજથી પાંચમા દિવસે માતાજીના દર્શનાર્થે પહોંચી જશે.

 

સગર સમાજની આરાધ્ય દેવી બહુચર માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધા યાત્રામાં સ્પષ્ટ દેખાય છે. છેલ્લા 24 વર્ષથી સતત ચાલતી આ પદયાત્રા આ વર્ષે 25માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, જે સમાજની એકતા અને ધાર્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે.

“જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી” આ ભાવ સાથે ભક્તો તપસ્યા સમાન આ યાત્રા પૂર્ણ કરી રહ્યા છે

 

યાત્રા દરમિયાન “જય બહુચર માતાજી” અને “જય મહાકાળી માતાજી” ના જયઘોષ ના નાદ સાથે ભક્તો ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યા છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આ પદયાત્રા યુવા પેઢીમાં સંસ્કાર, એકતા અને ભક્તિની ભાવના મજબૂત બનાવે છે

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores