>
Saturday, March 21, 2026

સિંધી સમાજ પાલનપુર ચેટીચંડ મહોત્સવ 2026 ખૂબજ ધૂમધામથી અને શાંતિપૂર્ણ રીતે ઉજવાઇ ગયો.

જય ઝૂલેલાલ

જય રામજી કી

સિંધી સમાજ પાલનપુર ચેટીચંડ મહોત્સવ 2026 ખૂબજ ધૂમધામથી અને શાંતિપૂર્ણ રીતે ઉજવાઇ ગયો.

સિંધી સમાજનાં હોદ્દેદારો અને કારોબારી સમિતિએ તો મહેનત કરી જ, પરંતુ પાલનપુરનાં દરેક ભાઇઓ અને બહેનોએ પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું હતું.

આ ચેટીચંડ 2026 મહોત્સવનું ખાસ આકર્ષણ એ રહ્યું કે બ્રહ્મખત્રી સિંધી સમાજ અને મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટનાં સેવાધારીઓએ ઘણી બધી જવાબદારીઓ બખૂબી નિભાવીને ખૂબ જ સુંદર કામગીરી બજાવી હતી.

આ સમયે નાનાં મોટાં અમીર ગરીબ સૌએ સાથે મળીને આ ચેટીચંડ મહોત્સવ 2026 સફળતાપૂર્વક આનંદ ઉત્સાહથી માણ્યો છે, પૂર્ણ કર્યોં છે.

આ પ્રસંગે જે કોઇએ તન મન, ધન, સમયનો સહયોગ આપ્યો છે એવાં તમામ હોદ્દેદારો, સેવાભાવી કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

આ ચેટીચંડ મહોત્સવ 2026 માં અનેક દાતાશ્રીઓએ પોતાનો આર્થિક સહયોગ આપ્યો છે,એમનો પણ ખૂબ ખૂબ આભાર

આ પ્રસંગે આપણાં મહારાજ સ્વામી નથુરામ મહારાજ,(ડીસા )ગોવિંદભાઈ શર્મા, કુમાર મહારાજ તેમજ સાથી મહારાજ સ્વામીઓએ પણ સરસ કામગીરી બજાવી હતી તેમનો પણ ખૂબ ખૂબ આભાર.

આપણી સહયોગી સંસ્થાઓ

મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ,

ગુરુ દરબાર સમિતિ,

ઝૂલેલાલ મંદિર શાકમાર્કેટ,

ઝૂલેલાલ મંદિર સિટીલાઈટ

બ્રહ્મખત્રી સિંધી સમાજ*

*દીનાબેન બૈરાગી,

*ચેતનાબેન મુલાણી,ઝાંકી તૈયાર કરાવનાર સૌનો ખૂબ ખૂબ આભાર.

પાલનપુર શહેરના માર્ગો પર ઘણા બધાં લોકો, સંસ્થાઓએ સ્વાગત અને પ્રસાદ વિતરણ કર્યુ તે સૌનો ખૂબ ખૂબ આભાર

અંતે જે કોઈ મદદરૂપ થયા છે તે સૌનો ખૂબ ખૂબ આભાર.

ચેટીચંડ મહોત્સવ 2026, બાઇક રેલી અને શોભાયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.મહોત્સવને ચાર ચાંદ લાગી ગયા

ધન્યવાદ

દોલતભાઈ ઉધવદાસ મુલાણી

પ્રમુખશ્રી

સિંધી સમાજ પાલનપુર

તથા સમગ્ર કારોબારી સમિતિ

સિંધી સમાજ પાલનપુર

 

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

મો.8780638478

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores