ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે પૂજ્ય રામદાસ બાપુ શિષ્ય મંડળ એક વર્ષ પૂર્ણ થતાં ભવ્ય મિલન સમારંભ અને મહાપુજા યોજાઈ

હિન્દુ ધર્મ 33 કરોડ દેવી દેવતાઓ માટે સતત કાર્યક્રમ ચાલુ રહેતા હોય છે જેમાં ચૈત્ર સુદ એકમ ગુડી પડવો અને હિન્દુ નવું વર્ષ ની શરૂઆત સાથે સતત કાર્યક્રમમાં જાગૃતિના થતા હોય છે અને ખૂબ સાધુ-સંતો તમામ હિન્દુ સમાજમાં થયેલ છે જેમાં ઉત્તર ગુજરાતમાં લક્ષ્મીપુરા માં રામજી બાવજી ગોધમજી મા નાથુબાવજી મુનાઈ માં તેમજ વડાલી કંપામાં સંત શ્રી નથુરામ બાપા અને ઇડર પાનોલ કંપામા પૂજ્ય રામદાસ બાપુ સાથે મેત્રાલ કંપા માં નારણ બાપા લક્ષ્મણપુરા માં જય ભગવાન બાપા લક્ષ્મીપુરા કંપામાં કાનજી બાપા વગેરે સંતો થઈ ગયા
જેઓ સંતોના બ્રહ્મલીન થયા બાદ પણ આજે પણ તેમને યાદો કરવા એ બહુ જ ખૂબી ગણાય તે રીતે ગયા વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીના દિવસે દામાવાસ કંપા ખાતે પરમ પૂજ્ય રામદાસ બાપુ ના આગમન થયેલ અને ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરેલ જેને બાર મહિના પૂર્ણ થતા આવતા વર્ષના ચૈત્ર સુદ નોમના દિવસે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિક્કા કંપા મુકામે એક વર્ષ માટે રામદાસ બાપુ ના આગમન થશે તો તે નિમિત્તે દામાવાસ કંપાના શિષ્ય મંડળ મુખી શ્રી પરસોત્તમભાઈ તેમજ બાબુભાઈ ઉર્ફે વિનોદભાઈ અને લક્ષ્મીપુરા કંપા વિઠ્ઠલભાઈ રવજીભાઈ અને મહેસાણાના રતિભાઈ ના યજમાન સાથે શિષ્ય મંડળ અને દામાવાવસ કંપાના ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ કરેલ જેના અંબાલાલભાઈ પોકારે આભાર વ્યક્ત કરેલ અને દામાવાસના મુખી શ્રી વિઠ્ઠલભાઈએ અમારા કંપા ના યજમાન પડે કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરવા અને સૌ આવેલને આવકાર્ય હતા
*બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા*
*મો ન 9998340891*







Total Users : 145600
Views Today : 