>
Tuesday, March 24, 2026

વિશ્વ વન દિવસ અને વિશ્વ જળ દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પક્ષી નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ વન દિવસ અને વિશ્વ જળ દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પક્ષી નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો

 

સામાજિક વનીકરણ, અમદાવાદ, પ્રનિધિ, એડમ્સ નેચર રિટ્રીટ , એસ.બી. બી. ફાઉન્ડેશન, જી.આઈ. સી.ઇ.એ. અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે રહીને તારીખ 21 અને 22 માર્ચ 2026ના રોજ વિશ્વ વન દિવસ અને વિશ્વ જળ દિવસ નિમિત્તે વિધાર્થીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ, સામાજિક સંસ્થાના કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમી મિત્રો તથા નગરજનો એ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના માનદ જિલ્લા વન્ય સંરક્ષકશ્રી મયુર રાઠોડે કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી અને શ્રી ભરતભાઈ પટેલ સાથે રહીને સંકલન અને સંચાલન કર્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં સ્થાનિક વનસ્પતિ ઉપયોગ અને જરૂરિયાત, વૃક્ષો અને જંગલનું મહત્વ, આબોહવા પરિવર્તન, પક્ષીઓના રહેઠાણ, સ્થપતિ અને ઇજનેરનું શહેર આયોજનમાં વૃક્ષોની ઉપયોગિતા વિગેરે વિષય પર તજજ્ઞો એ તેમના વક્તવ્ય આપ્યા હતા. જેમાં શ્રી Uday Vora સાહેબ, ડો. K.Ramesh, shri nitesh shah, ડૉ. મીનલબેન જાની એ માહિતી પીરસી હતી. શ્રી જયંતીભાઈ ખેમચંદાની એ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમમાં પહેલા દિવસે નિર્માણ ભવન ખાતે વન્યજીવ અંગેના ફોટાઓ નું પ્રદર્શન રાખવામાં આવેલ અને બીજા દિવસે વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે વિનામૂલ્યે પક્ષી નિરીક્ષણ નો કાર્યક્રમ સવારે ફ્લાવર પાર્ક અને સાંજે બાયોડાયવર્સિટી પાર્ક ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં 29 જેટલા પક્ષીનિરક્ષકોએ સેવા આપી હતી. જેમણે શ્રી ઉદયવોરા સાહેબના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores