>
Tuesday, March 24, 2026

હિંમતનગર તથા તલોદ ખાતે રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારોને પકડી પાડી ઘરફોડ ચોરીના -૩ ગુન્હા ડીટેકટ કરી ચાંદીના દાગીના સહીત કુલ કિ.રૂ. ૬,૭૨,૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને જેલ હવાલે કરતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

હિંમતનગર તથા તલોદ ખાતે રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારોને પકડી પાડી ઘરફોડ ચોરીના -૩ ગુન્હા ડીટેકટ કરી ચાંદીના દાગીના સહીત કુલ કિ.રૂ. ૬,૭૨,૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને જેલ હવાલે કરતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 

શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. ના જણાવ્યા અનુસાર એલ.સી.બી.સ્ટાફના શ્રી આર.જે.જાડેજા પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ટેકનીકલ સર્વેલન્સ તેમજ બાતમી રાહે હકીકત મળેલ કે, હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે.વિસ્તારમા વિજ્યા જવેલર્સની દુકાનમાં ચોરી કરનાર શકમંદ ઇસમો હિંમતનગર મોતીપુરા બાયપાસ રોડ પાસે ઉભા છે જેથી ઇસમો (૧) આનંદ સ/ઓ મલજીભાઇ સવજીભાઈ પારગી રહે. ઘુઘસ ખુટા ફળીયુ,ઘુધસ તા.ફતેપુરા જી.દાહોદ (૨) નિતીન સ/ઓ નગાભાઈ વિરાભાઈ ડોડીયાર રહે. બોરખેડી ફળીયુ મોટા નટવા તા.ફતેપુરા જી.દાહોદ વાળાને પકડી પાડી તેમની પાસેની થેલીમાં જોતા ચાંદીના દાગીના ભરેલ હોઇ દાગીના બાબતે પુછપરછ કરતા આ મુદ્દામાલ અઢી માસ અગાઉ હિંમતનગરમાં જલારામ મંદીર રોડ ઉપર આવેલ જવેલર્સમાંથી તેમજ હિંમતનગરમાં આવેલ ગણેશ બંગ્લોઝ તથા તલોદના એક બંધ મકાનમાંથી ચોરી કરેલ હતી તે દાગીના હોવાની કબુલાત આપતા હોય (૧) ચાંદીના છત્તર નાના મોટા નંગ-૧૫ (૨) ચાંદીની નાની મોટી જુદી જુદી મૂર્તિઓ નંગ-૧૭(૩) ચાંદીના કાળા મણકાવાળા ત્રણ શેરવાળા મંગળસુત્ર નંગ-૦૫ (૪) મંળસુત્રના ચાંદીના પેડલ નંગ-૦૫ (૫) ચાંદીનુ કડુ વાઘ મોઢાનુ નંગ-૦૧ (૬) વીંટી નંગ-૦૩ (૭) ચાંદીની કંકાવટી નાની મોટી નંગ-૦૬ (૮) ચાંદીના નાના મોટા હિંચકા નંગ-૦૮ (૯) ચાંદીના શીવલીંગના સ્ટેન્ડ નંગ-૦૨ જેમાં એકમાં ત્રિશુલ લગાડેલ છે. (૧૦) ચાંદીની નાની મોટી ડીસો નંગ-૦૩ (૧૧) નાની વાટકીઓ નંગ-૦૨ (૧૨) ચાંદીની નાની મોટી ચમચી નંગ-૦૩ (૧૩) ચાંદીના પરણાયા નંગ-૦૭ (૧૪) ચાંદીની દિવીઓ નંગ-૦૭ (૧૫) ચાંદીના નાના મોટા નાગ નંગ-૧૭ (૧૬) ચાંદીના તારમાં નાના રુદ્રાક્ષના મણકાઓ ગુથેલ લકી (રાખડી) નંગ- ૧૫ (૧૭) ચાંદીના તારમાં કલર મણકાવાળી ગુંથેલ પગની પાયલ નંગ-૦૧ (૧૮) ચાંદીના તારમાં કાળા મણકાવાળી ગુંથેલ કંઠી નંગ-૦૧, મોબાઇલ નં-૧કિ. રૂા.૫૦૦૦/- (૧૯) ચાંદીની ઘુઘરી પગની શેરો નંગ-૦૨ (૨૦) ચાંદીનો સિક્કો નંગ-૦૧ (૨૧) ચાંદીની ગાય નંગ-૦૧ (૨૨) ચાંદીના રમજા નંગ-૨ (૨૩) ચાંદીના પાટલા નંગ-૦૨ (૨૪) ચાંદીનો કેડ કંદોરો નંગ-૦૧ (૨૫) ચાંદીના બાળકના નાના પાટલા નંગ-૦૨ (૨૬) ચાંદીના બાળકના નાના કડલા નંગ-૦૨, કુલ ટોટલ કિ.રૂ.૬,૭૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores