ખેડબ્રહ્મા ધારાસભ્ય એ ટેકાના ભાવે ઘઉં ખરીદી પ્રક્રિયા સરળ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય ડૉ .તુષારભાઈ ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી આ રજૂઆત ટેકાના ભાવે ઘઉં ખરીદી માટેની ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા અંગે કરવામાં આવી છે ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે હાલની ઓનલાઈન પ્રક્રિયામાં ખેડૂતોનું આધાર અપડેશન થયેલું હોવું ફરજિયાત છે જેથી ફિગર પ્રિન્ટ દ્વારા જ પ્રક્રિયક પૂર્ણ થઈ શકે છે જો આધાર અપડેટ ના હોય તો ફિગર પ્રિન્ટ આવતી નથી અને પ્રક્રિયા અટકી પડે છે ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા વધુમાં ઉમેર્યું હતું કે આધાર અપડેશન માટે આઈ મેપિગ નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે
પરંતુ આ પ્રક્રિયા વ્યવહારમાં થતી નથી આના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓની સામનો કરવો પડે છે ડોક્ટર તુષાર ચૌધરીએ ભલામણ કરી છે કે જો ટેકાના ભાવે ઘઉં ખરીદી માટેની ઓનલાઇન પ્રક્રિયા otp આધારિત કરવામાં આવે તો ખેડૂતોને સમયસર તેમની પ્રક્રિયા પૂર્ણ કરી શકે અને મુશ્કેલીઓ ટાળી શકાશે તેમને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા માટે જરૂરી કાર્યવાહી સત્વરે કરવા રજૂઆત કરવામાં આવી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 