પાલનપુરમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત: ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, બાલારામ બ્રિજ નજીક સર્જાઈ દુર્ઘટના.
પાલનપુરના ચિત્રાસણી નજીક બાલારામ બ્રિજ પર આજે વહેલી સવારે એક ટ્રાવેલ્સ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ટ્રેક્ટર ટ્રોલી રોડ વચ્ચે આડી થઈ જતાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ NHIT ટીમ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી..
પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લેવા માટે હાઈવેનો એક તરફનો રસ્તો સિંગલ ચાલુ કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલકના મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
રીપોર્ટર પરબત દેસાઈ પાલનપુર







Total Users : 145600
Views Today : 