>
Friday, March 27, 2026

હિંમતનગરમાં રામનવમી નિમિત્તે ઠંડા શરબતનું વિતરણ કરાયું

 

હિંમતનગરમાં રામનવમી નિમિત્તે ઠંડા શરબતનું વિતરણ કરાયું

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ‘રામનવમી’ના પવિત્ર પર્વ નિમિત્તે હિંમતનગર ખાતે સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. હાલમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને, હિંમતનગર જિલ્લાપંચાયત પાસે સેવાભાવી સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા રામભક્તો ઠંડા શરબતનું વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ આયોજનમાં કનકસિંહ ઝાલા, અતુલભાઈ મકવાણા, સુરેશભાઈ માલવિયા, સંપતસિહ રાજપુરોહિત, જગતસિંહ પરમાર, દિનેશભાઈ સોનગરા, શૈલેષગિરી ગોસ્વામી, સુનિલભાઈ શાહ, ચિન્મયભાઇ સોની, અનિલભાઈ વણઝારા યશભાઈ દોશી તથા અન્ય કાર્યકર્તાઓ વગેરે ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી.

આ કાર્યમાં સંગઠનના કાર્યકરોએ ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો હતો, જેણે વહીવટી તંત્ર અને જનતા વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બપોરના ધોમધખતા તાપમાં ઠંડા શરબતને ગ્રહણ કરી મોટી સંખ્યામાં રામભક્તોએ તૃપ્તિનો અહેસાસ કર્યો હતો અને કાર્યકરોની આ કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર = અલ્કાબેન પંડ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores