>
Monday, March 30, 2026

પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા જીલ્લાના પદાધિકારીઓની મિટિંગ હોટેલ એમેઝોન ખાતે મળી હતી..

બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

પત્રકાર એકતા પરિષદ સાબરકાંઠા જીલ્લાના પદાધિકારીઓની મિટિંગ હોટેલ એમેઝોન ખાતે મળી હતી..

 

મિટિંગમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા 10 લાખ વીમા માટે પત્રકારો ના ડોક્યુમેન્ટ્સ અને આગામી અધિવેશન અંગે ચર્ચા કરી..

 

મિટિંગ માં હોદ્દેદારો સિવાય નવા પત્રકારો પણ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત..

 

સાબરકાંઠા જિલ્લા ના વડામથક હિંમતનગર ની હોટલ એમેઝોન ખાતે પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા,ઝોન,પ્રદેશ હોદ્દેદારો,તાલુકા પ્રમુખો ની એક અગત્યની મિટિંગ 29 મી સાંજે 5 કલાકે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના નેતૃત્વમાં મળી હતી.

આ મિટિંગમાં મુખ્ય હોદ્દેદારો સિવાય નવા અનેક સિનિયર પત્રકારો પણ હાજર રહ્યા હતા,જેને આગામી ટૂંકા સમયમાં જિલ્લા અધિવેશન તેમજ 10 લાખ અકસ્માત વીમા અંગે પ્રદેશ અધ્યક્ષ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પત્રકારો ને સભ્યપદ નું ફોર્મ ભરવા તેમજ વીમા માટેના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા,જિલ્લા સંગઠન દ્વારા એકત્રિત કરવાની ,તેમજ તાલુકાની મિટીંગો યોજી નાના મોટા સૌ પત્રકારો ને સભ્યપદ ના ફોર્મ સાથે વીમા માટેના ડોક્યુમેન્ટ્સ અંગે જાણકારી આપી હતી..

સાબરકાંઠા જિલ્લા નુ સૌથી સફળ અધિવેશન યોજવા સૌએ જવાબદારી સ્વીકારી,તાલુકા મિટીંગો કરવા તૈયારી આદરી હતી.જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી કિરણ ભાઈ મલેશિયા, આઈ ટી સેલના પ્રદેશ હોદ્દેદાર શ્રી નીતિન ઘેલાણી , ઓમ મલેશિયા સહિત,મનોજભાઈ રાવલ, ઝોન ના અર્જુનભાઈ ભાટી, તેમજ જિલ્લા પ્રમુખ શ્રી મેહુલ ભાઈ પટેલ સાથે 30 જેટલા હોદ્દેદારો,સિનિયર પત્રકારો હાજર રહી, આગામી કાર્યક્રમો સહિયારો પ્રયાસ કરી વહેલી તકે સફળ બનાવવા એક ટીમ નું ગઠન કરી,સૌથી સફળ આયોજન કરવા ખાતરી આપી હતી..

ખાસ પત્રકારો ના સજેશન પણ લીધા બાદ પ્રદેશ અધ્યક્ષ દ્વારા મુદ્દાવાર રજૂઆત તેમજ માર્ગદર્શન કર્યું હતું,અને જ્યારે રાજનીતિ ધંધો બનતી હોય ત્યારે પ્રજાની અપેક્ષા પ્રેસ મીડિયા ઉપર વધુ હોય છે,અને જ્યારે જવાબદારી ને જોખમ વધે ત્યારે સંગઠિત બની શક્તિ નો સરવાળો કરવા હાંકલ કરી હતી..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores