કુબાધરોલ કંપા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિક્રમસિંહજી જેતાવતનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
35 વર્ષની શૈક્ષણિક કારકિર્દી અને તેમાં છેલ્લા 11 વર્ષથી કુબાધરોલકંપા પ્રાથમિક શાળામાં આચાર્યની બહુમૂલ્ય સેવાઓ આપી વયનિવૃત થનાર શ્રી વિક્રમસિંહજી જેતાવતનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ જ્યોતિ હાઇસ્કૂલ, ખેડબ્રહ્માના પૂર્વ આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે શારદા હાઇસ્કુલ, વડાલીના આચાર્યશ્રી ગૌતમભાઈ ભટ્ટ, વડાલી બીટ નિરીક્ષક બિરેન્દ્રસિંહજી ભાટી, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વૈજ્ઞાનિક અરવિંદભાઈ પટેલ, વડાલી પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ રાકેશસિંહજી ચંપાવત, હાથરવા જૂથ મંત્રીશ્રી
ભીખેન્દ્રસિંહજી ચૌહાણ, પ્રફુલ્લા કુવરબા ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત આચાર્યશ્રીને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ખુલ્લી ગાડીમાં શોભાયાત્રા કાઢી અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરાવવામાં આવેલ. મંગલમય પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સૌ મહેમાનોનું અભિવાદન ત્યારબાદ વિદાય સત્કાર મેળવનાર શ્રી વિક્રમસિંહ જેતાવતનું ગ્રામજનો દ્વારા શ્રીફળ અને તલવાર અર્પણ, એસએમસી કમિટી, જુદી જુદી સંસ્થાઓ તથા બહોળી સંખ્યામાં શિક્ષણ પ્રેમીઓ દ્વારા શ્રીફળ સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ. ગ્રામજનો વતીથી સવિતાબેને પ્રતિભાવ આપ્યા હતા સન્માનના પ્રત્યુતરમાં આચાર્ય વિક્રમસિંહજીએ ગ્રામજનોના સુંદર સાથ સહકારની પ્રશંસા કરી હતી. સ્વાગત અભિવાદન મુકુંદભાઈ સુથારે કરેલ.
આભાર દર્શન શ્રી’ મહેન્દ્રભાઈ પટેલે કરેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કુબા ધરોલના શિક્ષકશ્રી નિલેશભાઈ પટેલે કર્યું હતું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 