ખેડબ્રહ્માના ગોતાકંપા ના ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી.
ગોતાકંપાના ગ્રામજનોએ ક્યુ કે ‘ન્યાય નહીં તો વોટ નહીં’
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપા ગામમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પડતર પાચ જેટલા પ્રશ્નોની માગણીઓ સંતોષવામાં ન આવતા ગોતા કંપાના 32 ધરોના લોકોએ ન્યાય નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપા ગામમા 240 લોકોની વસ્તી ધરાવતો ગામ છે. કંપામા છેલ્લા કેટલાય વર્ષોથી અમારી માગણીઓ છે જેવી કે વિસ્ફોટ પદાર્થ બનાવવાની ફેકટરીને દુર કરવી,સિચાઈ માટે તળાવમા પાણી નાખવુ(તળાવ ભરવુ),સિચાઈના પાઈપ લાઈન દ્વારા ખોદકામનું નુકસાનીનું યોગ્ય વળતર આપવું, ગોતા કંપાથી લક્ષ્મીપુરાકંપા વચ્ચે જોડતો પાકો રસ્તો બનાવવો, વિકાસ કાયોમા ફંડની ફાળવણી કરવી ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે. કે જ્યાં સુધી તેમની આ માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ ચૂંટણીમાં ભાગ લેશે નહીં અને તેમનો બહિષ્કાર ચાલુ રહેશે. આ અંગેની પત્રિકાઓ પણ ગામમાં ફરતી થઈ છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 