ઈડર શહેર અને ભાંભી સમાજનું ગૌરવ વધાર્યું…
રાષ્ટ્રીય સ્તરે પ્રથમ નંબરે એવોર્ડ મેળવનાર યુવા અધિકારી વૈભવ અમીન
ઈડર શહેરના હોનહાર યુવાન અને નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા વૈભવ જગદીશભાઈ અમીન (RTO ઓફિસર)ને તાજેતરમાં નેશનલ રોડ સેફ્ટી એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬થી સન્માનિત કરવામાં આવ્યા છે. સમગ્ર રાષ્ટ્રીય સ્તરે તેઓ પ્રથમ નંબર આ એવોર્ડ મેળવીને ગુજરાત તેમજ ઈડરનું નામ દેશભરમાં રોશન કર્યું છે.

વૈભવભાઈ અમીન ઈડરના સ્થાનિક યુવાન છે અને તેઓ લાંબા સમયથી રોડ સેફ્ટીના ક્ષેત્રમાં અથાગ મહેનત કરી રહ્યા છે. તેમણે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ, જાગૃતિ અભિયાનો, અકસ્માત ઘટાડવા માટેના વ્યવહારુ પગલાં અને યુવાનોમાં રોડ સેફ્ટીની સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના સમર્પિત કાર્યને કારણે જ રાષ્ટ્રીય સ્તરે આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે.
આ સિદ્ધિ માત્ર વૈભવભાઈની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ આખા ગુજરાત રાજ્ય અને ખાસ કરીને ઈડર શહેર માટે ગૌરવની વાત છે. રોડ સેફ્ટી જેવા સંવેદનશીલ અને જીવનરક્ષક ક્ષેત્રમાં દેશના ટોચના સ્થાને પહોંચવું એ દરેક ગુજરાતી માટે પ્રેરણાદાયી છે.
સમાજના આગેવાનો અને યુવાનો વૈભવભાઈને હાર્દિક અભિનંદન પાઠવી રહ્યા છે. તેઓ કહે છે કે, “વૈભવભાઈની આ સિદ્ધિ અમારા સમાજ માટે માત્ર ગૌરવ જ નથી, પરંતુ આવનારી પેઢી માટે પણ એક મોટી પ્રેરણા છે. તેમણે બતાવ્યું છે કે મહેનત અને સમર્પણથી કોઈ પણ ઊંચાઈ સર કરી શકાય છે.”
વૈભવ જગદીશભાઈ અમીનના આ એવોર્ડથી ઈડરના યુવાનોમાં નવો જુસ્સો અને ઉત્સાહ જાગ્યો છે. તેઓ રોડ સેફ્ટીના ક્ષેત્રમાં વધુ મહેનત કરવા અને સમાજ તેમજ રાષ્ટ્રને સેવા આપવા માટે પ્રોત્સાહિત થયા છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 