>
Saturday, May 10, 2025

સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામન્ટનો શુભારંભ કરાવ્યો

સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામન્ટનો શુભારંભ કરાવ્યો

 

સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ,લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ,નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ધ ગેલેક્સી સ્પોર્ટસ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે

સાબરકાંઠા-અરવલ્લી ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત સાંસદ ક્રિકેટ ટુર્નામન્ટનો શુભારંભ કરાવ્યો હતો.

સાબરકાંઠા-અરવલ્લીના ક્રિકેટ પ્રેમીઓ તેમજ યુવાનો માટે સાબરકાંઠા-અરવલ્લી ક્રિકેટ એસોસીયેશન દ્વારા સૌ પ્રથમ વખત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. જેનું પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્ઘાટન કરાવી રમતવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો.

આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, સાંસદશ્રી શોભનાબેન બારૈયા,સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ,અગ્રણીશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores