જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રાજુલા તાલુકાની મુલાકાત લઈ આરોગ્ય વિષયક પરિસ્થિતિનો તાગ મેળવ્યો
હાલ ચાલી રહેલ કટોકટીની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લઈને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષી અને આર.સી.એચ.ઑ. ડૉ.એ.કે.સિંધ દ્વારા રાજુલા તાલુકાની મુલાકાત લઈ આરોગ્ય વિષયક પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરવામા આવ્યો.જેમા ગામવાઈઝ બ્લડ ડોનરની યાદી,હોસ્પિટલના બેડની સંખ્યા,એમ્બ્યુલન્સ,ઉપલબ્ધ દવાનો જથ્થો અને કરવામાં આવનાર કામગીરી બાબતે સમિક્ષા કરાઈ હતી.

આરોગ્ય અધિકારી દ્વારા દરિયાઈ પટ્ટી વિસ્તારના ખેરા અને વિકટર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સ્ટાફ દ્વારા કરાઈ રહેલ કામગીરી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેના જરૂરી પ્લાનિંગ બાબતે આરોગ્ય સ્ટાફ & મેડિકલ ઓફિસર સાથે મીટીંગ કરી માહિતી મેળવી હતી તેમજ માતા અને બાળ મરણ ઘટાડવા તેમજ શ્રેષ્ઠા પ્રોજેક્ટ અંતર્ગત રાજુલા તાલુકાના સ્ત્રીરોગ અને બાળરોગ નિષ્ણાત ડોક્ટરો સાથે ડૉ.જી.જે.ગજેરા,ડૉ.રશ્મિકાંત જોષી,ડૉ.એ.કે.સિંઘ અને ડૉ.એન.વી.કલસરીયા દ્વારા મીટીંગ કરી સરકારશ્રીના સૂચનો રજૂ કરી સગર્ભા માતાઓને ઘનિષ્ઠ સારવાર પૂરી પાડવા જણાવેલ.

વેરીહાઈરિસ્ક સગર્ભા,નમોશ્રી યોજના,પ્રધાનમંત્રી માતૃવંદના યોજના,માતા અને બાળકોને અપાતી રસીકરણ સેવાઓ,ટીબીનુ સ્ક્રીનીંગ વિગેરે બાબતે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.નિલેશ કલસરીયા અને ડૉ.મયુર ટાંક તેમજ રાજુલા અને જાફરાબાદ તાલુકાના આરોગ્ય સ્ટાફ સાથે મીટીંગ કરી ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રિમોન્સુન તેમજ પાડોશી દેશ સાથે ઉપસ્થિત થયેલ નવીન પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિષયક કામગીરી વધુ સુદઢ થાય તેવા પ્રયત્નો કરવા ડૉ.રશ્મિકાંત જોષી દ્વારા જણાવેલ જે યાદીમા જણાવેલ છે.



 
                                    




 Total Users : 143031
 Total Users : 143031 Views Today :
 Views Today : 