વડાલી શહેરની મધુવન સોસાયટીમાં પરિવાર પ્રસંગમાં ગયો અને તસ્કરો ઘરમાં ઘુસીને લાખો નો મુદ્દા માલ ની ચોરી કરીને પલાયન થયા
વડાલી વડાલીની મધુવન સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ તેમના પરિવાર સાથે રવિવારે બપોર બાદ તેમના વતનમાં માતાજીના પાટોત્સવમાં પ્રસંગમાં જતાં તસ્કરોએ તકનો લાભ લઈ મકાનના પાછળના ભાગેથી લોક તોડી અંદર ઘૂસી માલ સામાન વેર વિખેર કરી 1.72 લાખ રોકડા તથા 6 તોલા સોનાના દાગીના ચોરી કરી ફરાર થઇ જતાં વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ખેડબ્રહ્મા ઇડર હાઇવે પર વ્રજ શોરૂમની પાછળ આવેલી મધુવન સોસાયટીમાં રહેતા રાવલ શૈલેષકુમાર મૂળશંકર રવિવારે બપોરે બાદ તેમના વતન વડાલીના ડોભાડામાં બ્રહ્માણી માતાજીના પાટોત્સવમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઈ મકાનનું લોક તોડી ઘરમાં ઘૂસી મકાનનો સામાન વેરવિખેર કરી તિજોરી કબાટ તોડી 1.72 લાખ રોકડા અને છ તોલાના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા
. ત્યારે શૈલેષભાઈ સોમવારે બપોર બાદ ડોભાડાથી તેમના પરિવાર સાથે વડાલી પરત આવતાં ઘરનું લોક તૂટેલું જોઇ ઘરમાં પ્રવેશ કરતાં ઘરનો સામાન વેર વિખેર હાલતમાં જોવા મળતાં સોસાયટીમાં આજુબાજુમાં રહેતા જાણ થતાં લોકો શૈલેષભાઈના ઘરે દોડી આવ્યા હતા. ત્યારે ઘરમાં તપાસ કરતાં 1.72 લાખ રોકડ તથા છ તોલાના સોનાના દાગીના મળી ન આવતાં શૈલેષભાઈએ વડાલી પોલીસને જાણ કરતાં પોલીસે
ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891