>
Wednesday, May 14, 2025

વડાલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

વડાલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાના તથા ગુજરાત રાજ્યના તથા ગુજરાત રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક સા. શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા ડ્રાઇવ રાખવામાં આવેલ હોઇ જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ આ ડ્રાઇવ દરમ્યાન સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા અ.હે.કો. ધવલકુમાર તથા આ.હે.કો. પ્રકાશકુમાર તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. દોલતકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા અ.પો.કો. વિક્રમસિંહ વિગેરે સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ સબંધે તપાસમાં હતાં.

 

દરમ્યાન તા.૧૧/૦૫/૨૦૨૫ના નાસતા ફરતા આરોપીઓ સંબંધે તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૫૪૨૪૦૫૪૦/૨૦૨૪ પ્રોહી કલમ.૬૫ એએ.૧૧૬(બી) મુજબના કામે નાસતા ફરતા આરોપી અજયકુમાર છગનભાઇ વરસાત ઉ.વ.૨૩ રહે.કુંડોલ તા.વિજયનગર જી.સાબરકાંઠા નાઓની તપાસ કરતાં મળી આવતાં તેને પુછપરછ કરી સદરી બાબતે ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા તેના વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૫૪૨૪૦૫૪૦/૨૦૨૪ પ્રોહી કલમ.૬૫ એએ.૧૧૬(બી) મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાઇ આવતાં સદરી નાસતા ફરતા આરોપીને પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ ઇડર પો.સ્ટે. સોંપવામાં આવેલ .

 

તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores