ઓપરેશન સિંદૂર ને લય ટીંબી માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
જાફરાબાદ તાલુકાના ટીંબી જીવનદીપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પ જીવનદીપ હોસ્પિટલ અને હિન્દુ યુવા સંગઠન ભારત ના સહયોગ થી કરવામાં આવ્યો હતો…
દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહેમાનો ને ફૂલહાર અને પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
ભારત પાકિસ્તાન ના તળાવ વચ્ચે ઘાયલ થયેલા જવાનો સુધી બ્લડ નો ઉપયોગ થાય તેના માટે આ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પનો મુખ્ય હેતુ ઓપરેશન સિંદૂર માં ઘાયલ થયેલા જવાનો માટે બ્લડ એકત્રિત કરી યોગ્ય સમય મા જવાનો માટે ઉપયોગ થાય તેના માટે કરવામાં આવ્યું હતું…
કેમ્પ માં ટીંબી અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ બ્લડ આપી સહ ભાગી બન્યા હતા
આ કેમ્પ માં મુખ્ય મેહમાન સરપંસ રમેશભાઈ બાંભણિયા ઉપસરપંચ તુષાર દાદા ત્રિવેદી.ભાણાભાઈ મકવાણા. તાલુકા પંચાયત સદસ્ય ટીંબી રમેશભાઈ બાંભણિયા.નાથાભાઈ પરમાર. હનુભાઈ પરમાર. સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી