સમય નામની ટ્રાવેલ્સ બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂનાં જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(સંજય ગાંધી, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. દરમ્યાન આજરોજ સાથેના એ.એસ.આઇ જગદીશભાઈ જોરારામભાઇ તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક સફેદ કલરની સ્લીપર કોચ વાળી સમય નામની ટ્રાવેલ્સ બસ નંબર GJ-17-UU-0255 નીમાં ચોર ખાના બનાવી તેમાં ઇગ્લીંશ દારૂનો જથ્થો ભરી તાપી જીલ્લા થઇ વડોદરા ખાતે જનાર છે” જે બાતમી આધારે મોજે- સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરી બાતમીવાળી સફેદ કલરની સ્લીપર કોચ વાળી સમય નામની ટ્રાવેલ્સ નંબર GJ-17-UU-0255 ની મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા તેને રોકી રોડની સાઇડમાં કરાવી ચેક કરતા ટ્રાવેલ્સના ઉપરના છતના ભાગે બનાવેલ ખાનાઓ ખોલી જોતા ભારતીય બનાવટની ઇગ્લીશદારૂ તેમજ બીયર ટીનના ખાખી પુઠ્ઠાના બોક્ષ ભરેલ આરોપી- (૧) ગોપાલ કાલુલાલ ગાયરી ઉ.વ.૩૪ રહે.યુંડાવતો કા ગુડા, પોસ્ટ-રાવલીયા ખુર્દ, તા.ગોગુંદા જી.ઉદયપુર રાજસ્થાન (૨) લક્ષ્મણસીંગ ખુમાનસીંગ રાજપુત ઉ.વ.૩૧ રહે.ગામ-ઓબરાકલા, તા.ગોગુંદા, જી.ઉદયપુર રાજસ્થાન નાઓએ પોતાના કબ્જાની ટ્રાવેલ્સ બસ નંબર GJ-17-UU-0255 જેની આશરે કિં. રૂ.૧૫,૦૦,૦૦0/-માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૨૩૯ માં કંપની સીલબંધ નાની મોટી કુલ બોટલો/ટીન નંગ-૩૨૪૦ જેની કુલ કિં.રૂ.૩૪,૬૯,૪૪૦/- નો દારૂનો મુદ્દામાલ હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૨, કિં.રૂ. ૫,૫૦૦/-, ટ્રાવેલ્સ બસ નંબર GJ-17-UU-0255. રોકડા રૂપિયા ૯,૭૦૦/- મળી કુલ્લે રૂ.૪૯,૮૪,૬૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ જી.તાપી તથા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામભાઇ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ બ.ન.૨૬૭, અ.પો.કો. રાહુલ દિગમ્બરભાઇ, દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.