*સાબરકાંઠા જિલ્લા શૈક્ષીક મહાસંઘ દ્વારા જુની પેન્શન યોજના શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો મુદ્દે આંદોલનના શ્રી ગણેશ.* અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સંલગ્ન સંયુક્ત મોરચા દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજીના પુનિત દિવસે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ તથા આશ્રમશાળા ના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે આજે તમામ વિભાગના શિક્ષક ભાઈ બહેનો એ મોટી સંખ્યા માં હાજર રહી ને જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે *પૂજ્ય મહાત્મા ગાંધીજીની* પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને પવિત્ર માટીનું લલાટે તિલક કરી પોતાની માગણીઓ સંદર્ભે લાગણી વ્યક્ત કરવામાં આવી. આ કાર્યક્રમમાં *મુખ્ય સંયોજક શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ* શ્રી જે ડી પટેલ તથા આચાર્ય સંવર્ગના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ભટ્ટ ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ માધ્યમિક વિભાગના મંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ પ્રાંત સંગઠનમંત્રી શ્રી મહેશભાઈ ભટ્ટ ઉચ્ચતર માધ્યમિક પ્રાંત અધ્યક્ષ શ્રી પી.જે. મહેતા પ્રાથમિક સંવર્ગ મહામંત્રી શ્રી નરેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ શ્રી જીજ્ઞેશભાઈ મેસરિયા જિલ્લામાં મહિલા ઉપાધ્યક્ષ વંદનાબેન પટેલ મંત્રી હર્ષાબેન પરમાર તથા સરકારી માધ્યમિક સંવર્ગના પ્રાંત મંત્રી શ્રી એન.ડી.રાઠોડ આશ્રમશાળા ના શ્રી વિજયભાઈ પટેલ તથા અન્ય પદાધિકારીઓએ સભા સ્થળે આંદોલનાત્મક કાર્યક્રમોની વિશદ છણાવટ કરી હતી તથા જ્યાં સુધી પડતર પ્રશ્નોના સુખદ ઉકેલ ન આવે ત્યાં સુધી સંગઠિત થઈને પોતાના અધિકાર માટે છેક સુધી લડી લેવા પ્રતિજ્ઞા લઈને સંકલ્પબદ્ધ થયા હતા. કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ શ્રી કમલેશભાઈ ઠક્કરના મધુર કંઠ દ્વારા થયેલ રામધૂન તથા હનુમાન ચાલીસા નું ગાન રહ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થએ તમામ મિત્રોએ ખાદી ખરીદી કરવા માટે પ્રસ્થાન કર્યું હતું. અંતમાં આંદોલન કાર્યક્રમ માં જિલ્લાના તમામ તાલુકામાંથી પધારેલા સારસ્વત મિત્રોનું રાષ્ટ્રીય શૈક્ષીક સાબરકાંઠા વતી આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા