ઉના મતવિસ્તાર ના પુર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ ની મુખ્યમંત્રી ને રજુઆત હાલ મા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫ માટે વિદ્યાસહાયક ની કુલ ૫૦૦૦/ જગ્યાએ ભરતી પ્રક્રિયા કરવા ની જાહેરાત કરવા મા આવી છે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ( ઓ. બી.સી.)ને જોગવાઈ મુજબ ૨૭% ટકા અનામત નો લાભ મળવો જોઈએ એ મુજબ ૧૩૫૦ જગ્યા ઓ મળવા પાત્ર છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા માત્ર ૭૬૯ સિટ ફાળવણી કરવામાં આવી છે આમ ઓ.બી.સી. અનામત મુજબ મળવા પાત્ર જગ્યા ઓ સામે ૫૮૧/ જગ્યા ઓ ઓછી ફાળવણી કરી છે તો શું ઓ.બી.સી.અનામત ૨૭%ટકા નો ભંગ કરી ઓ.બી.સી.સમાજ ને અન્યાય કરવામાં આવે છે
આમ વિધ્યાસહાયક ભરતી મા ઓ.બી.સી.સમાજ ના ઉમેદવારો ને અનામત નો યોગ્ય લાભ આપવા માગણી કરી છે સાથે સાથે એવી પણ રજૂઆત કરી છે કે જે ૫૦૦૦/ જગ્યા ઓ પૈકી ૭૬૯/ જગ્યા ઓ ને બદલે ૧૩૫૦/ જગ્યા ફાળવવામાં આવે અને ઓ.બી.સી.સમાજ ના ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા હોવા છતાં ઉમેદવારો ને થતાં અન્યાય સામે યોગ્ય સુચન કરવા વિનંતી કરેલ છે
ઉના મતવિસ્તાર ના પુર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ દ્રારા ઓ. બી.સી. સમાજ ના ઉમેદવારો ને અનામત નો યોગ્ય લાભ મળે એ માટે મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી માંગણી કરેલ છે. બ્યુરો રિપોર્ટ.. રમેશભાઇ વંશ ઉના