ઉના શહેરમાં મુખ્ય માર્ગ નુ નવિનીકરણ નુ કામ ચાલુ.્…એ પહેલા વરસાદી પાણી ના નિકાલ માટે ભુગર્ભ ગટર ની કરાતી વ્યવસ્થા
ઉના શહેર ના મુખ્ય માર્ગ નુ નવિનીકરણ નુ કામ સરકાર દ્વારા મંજુર કરાતા ચાલુ કરવા મા આવેલ છે પરંતુ ઉના નગરપાલિકા દ્વારા આ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ના ભરાય એટલા માટે ભુગર્ભ ગટર વ્યવસ્થા કરવામાં આવી રહી છે આજરોજ આ ભુગર્ભ ગટર નુ કામ ચાલુ હતુ તે દરમિયાન ઉના શહેર ના વડલા ચોક ખાતે પિવાના પાણી ની મુખ્ય પાઇપ લાઇન મા ભંગાણ પડતાં પાણી ની બરબાદી થય રહી હતી એની જાણકારી ઉના ના કાર્યદક્ષ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને થતાં તાત્કાલિક ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ સ્થળ પર પહોંચી ગયા હતા અને નગરપાલિકા ના પાણી પુરવઠા ના સ્ટાફ તથા એન્જીનીયર ને બોલાવી પાણી નો વેડફાટ અટકાવેલ હતો તેમજ ભુગર્ભ ગટર યોજના ના કોન્ટ્રાક્ટ ને સુચના આપી હતી કે ફરી થી પાણી ની પાઇપ લાઇન નો તુટે એની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ પાણી બચાવો ના હિમાયતી છે
અને પર્યાવરણ પ્રેમી હોય ફરી થી પાણી નો વેડફાટ ના થાય એ તકેદારી રાખવામાં જણાવ્યું હતું સાથે સાથે ઉનાળાની સિઝન હોય લોકો ને પણ પાણી બચાવવા અપિલ કરી હતી
બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના